તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ:ભાજપની દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોન , ઉત્તર અને મધ્ય ઝોનની બે તબક્કામાં પ્રદેશ બેઠક યોજાઇ, CM અને DyCM હાજર રહ્યા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જનસમર્થન ગુમાવી ચુકેલી કોંગ્રેસ હતાશામાં છે, તુટી રહી છે, વેરવિખેર થઇ રહી છે, ડૂબતું નાવ છે: વિજય રૂપાણી

આજે ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ બેઠકો યોજાઇ હતી. સવારે 11:00 કલાકે પ્રદેશ અગ્રણીઓની બેઠક તેમજ બપોરે 1:00 કલાકે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોન તેમજ ઉત્તર અને મધ્ય ઝોન એમ બે તબક્કામાં પ્રદેશ બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ દ્વારા નિયુક્ત જિલ્લાના ઇન્ચાર્જ, જિલ્લા ભાજપા પ્રમુખો તેમજ સ્થાનિક સ્તરે નિમાયેલા જિલ્લાના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રજાના સમર્થનથી આઠેય બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે, જ્યારે બીજી તરફ જનસમર્થન ગુમાવી ચુકેલી કોંગ્રેસ હતાશામાં છે, તુટી રહી છે, વેરવિખેર થઇ રહી છે, ડૂબતું નાવ છે. આગામી ચૂંટણીમાં ભાજપા માટે અનુકૂળ વાતાવરણ છે ત્યારે આપણે સૌ સંગઠનની વ્યવસ્થાને વધુ મજબુત કરીએ. 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને કરેલા સંબોધનના કાર્યક્રમને નિહાળવાનો કાર્યક્રમ ભાજપાના કાર્યકર્તાઓએ રાજ્યના હજારો ગામડાઓમાં સફળતાપૂર્વક કરીને પોતાની શક્તિનો પરિચય આપી દીધો છે. કાર્યકર્તાનું આયોજન અને પ્રજાનું સમર્થન આ કાર્યક્રમમાં જોવા મળ્યું છે. પ્રત્યેક કાર્યકર્તાને હું અભિનંદન પાઠવું છું.

રૂપાણીએ જણાવ્યું હતું કે, જયોતિગ્રામ જેવી અસરકારક અને ઐતિહાસિક યોજના બાદ હવે ગુજરાતના ખેડૂતો દિવસે કામ અને રાત્રે આરામ કરે તે હેતુથી તેમને દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ થઈ ચૂક્યો છે. રીન્યુએબલ એનર્જી, સોલાર એનર્જીથી વીજબીલમાં બચત સાથે નવી સોલાર પોલિસીથી દેશમાં આપણે અગ્રેસર રહી ઉદાહરણરૂપ બનીશું. ગામ લેવલે જ "ઈ સેવા સેતુ "દ્વારા તમામ પ્રકારનાં દાખલાઓ મળે તેવી વ્યવસ્થા ૭૫૦૦ ગામમાં શરૂ થઈ ગઈ છે. માર્ચ સુધીમાં 18 હજાર તમામ ગામમાં લાગુ કરવા માટે કામ થઈ રહ્યું છે. કોરોનામાં મફત અનાજ , સંપૂર્ણ મફત સારવાર, ધન્વંતરી રથ, અને 108ની સુવિધાએ લાખો લોકોનાં જીવ બચાવવાનું કામ કર્યુ છે. ગામડા અને શહેરમાં એમ તમામ સ્થાનોએ વસતા નાગરિકોની દરકાર કરીને ભાજપાની સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, અને તેનો લાભ પ્રત્યક્ષ રીતે

સી.આર.પાટીલ જણાવ્યું હતું કે, પેજકમિટી એ દરેક પ્રકારની ચૂંટણી જીતવા માટે નું બ્રહ્માસ્ત્ર છે. ગુજરાતમાં આજે ચારેય બાજુ ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક પેજકમિટીની રચનાના કામમાં જોડાયા છે, બુદ્ધિજીવી વર્ગના પ્રતિષ્ઠિત નાગરિકો પણ ભાજપાની પેજસમિતિનો હિસ્સો બની રહ્યા છે તે આનંદની વાત છે.આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સરકારની પ્રજાલક્ષી કામગીરી, કાર્યકર્તાઓની તાકાત અને જનતાના ભાજપ પ્રત્યેના અતૂટ વિશ્વાસથી ભાજપની તરફેણમાં પરિણામ આવશે તેવું મને સંપૂર્ણ વિશ્વાસ છે. ગુજરાતના ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓને સમર્થન આપી વિરોધીઓના ખેડૂતોને ભ્રમિત કરવાના ઈરાદાની હવા કાઢી નાખી છે. રાજ્યના પ્રત્યેક જીલ્લાના ભાજપા કાર્યકર્તાઓ સરકારની જનકલ્યાણની માહિતી જન-જન સુધી પહોંચતી કરવા તેમજ વિપક્ષના જુઠ્ઠાણાને ઉજાગર કરવા સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો