માતાપિતાને કાઢી મૂક્યાં:પ્રોપર્ટી નામે ન કરી આપતાં દીકરાએ કાઢી મૂક્યાં, લાચાર માબાપ આપઘાત કરવા કૅનાલ પહોંચ્યાં

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કલોલના દીકરા-વહુએ ‘પાછાં આવશો તો મારી નાખીશું’ની ધમકી આપી
  • શેરીસા​​​​​​​ કૅનાલ પાસેથી મહિલા અભયમે બચાવી લીધાં

જમ, જમીન અને જોરુ, ત્રણેય કજિયાનાં છોરું. કહેવત હવે દરેક જગ્યાએ સાચી પડી રહી છે. કલોલ તાલુકાના એક ગામમાં રહેતા વૃદ્ધ દંપતી પાસે રહેલી કરોડો રૂપિયાની પ્રોપટી હડપ કરી લેવા માટે પેટે પાટા બાંધીને જન્મ આપનાર અને પાલન કરનારાં માતાપિતાને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. પિતા દીકરાના નામે પ્રોપટી ન કરી આપતા હોવાથી દીકરો-વહુ સાસુ-સસરા પર જુલમ ગુજારતાં હતાં. આ બાબતને લઈને વૃદ્ધ દંપતી ત્રાહિમામ્ પોકારી જતાં શેરીસા પાસે આવેલી નર્મદા કેનાલમાં મોત વ્હાલું કરવા પહોંચ્યું હતું પરંતુ મહિલા અભયમ્્ની ટીમે બંનેને બચાવી લીધા હતા.

કલોલ તાલુકાના એક સમૃદ્ધ ગામમાં રહેતા 60 વર્ષીય પતિ-પત્નીને દીકરા અને વહુએ 5 મહિના પહેલાં માર મારીને ઘરેથી કાઢી મૂક્યાં હતાં. પિતાના નામે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાને કારણે કામધંધા વગરના દીકરાની નજર પિતાની સંપત્તિ પર હતી. પરિણામે 35 વર્ષીય દીકરો અને તેની પત્ની સંપત્તિ પોતાના નામે કરી આપવા દબાણ કરતાં હતાં પરંતુ માતા-પિતા દીકરા-વહુની દાનત ઓળખી ગયાં હતાં. આથી સંપત્તિ નામે કરી આપતાં નહોતાં પરિણામે દીકરા અને તેની પત્નીએ મારપીટ કરીને ઘરેથી કાઢી મૂક્યાં હતાં અને ‘પાછાં ઘરે આવશો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી.

આથી વૃદ્ધ દંપતી થોડા થોડા દિવસ સબંધીઓના ઘરે રહેતું હતું પરંતુ સંબંધીઓ ઉપર બોજ બની રહ્યા હોવાનું લાગતાં દંપતી શેરીસા પાસે આવેલી નર્મદા કૅનાલ ઉપર મોત વ્હાલું કરવા પહોંચ્યું હતું પરંતુ જેને જીવાડવાવાળો છે તેને કોઈ મારવાવાળું નથી હોતું. વૃદ્ધ દંપતી કૅનાલમા ઝંપાલાવે તે પહેલાં વટેમાર્ગુએ મહિલા અભયમ્્ને ફોન કર્યો હતો અને ટીમે તાત્કાલીક સ્થળ પર પહોંચીને દંપતીનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યાં હતાં. પોતાના હક્ક માટે લીગલ કાર્યવાહી કરવાની પણ સલાહ આપીને ઘરે મોકલ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...