તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગુડાએ કુડાસણ હનુમાન મંદિરને મહિના પહેલાં મારેલું તાળું કોઈએ ખોલી નાખ્યું

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર હટાવવાની નોટિસ સામે VHP-બજરંગ દળ રામધૂન બોલાવશે

ગાંધીનગરમાં કુડાસણ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર ખાતે ગુડા દ્વારા લગાવાયેલી તાળા કોઈએ ખોલી નાખ્યા છે. વર્ષો જુનુ મંદિર ગુડાના રિઝર્વ પ્લોટમાં આવેલું છે. જેને પગલે એકાદ મહિના પહેલાં ગુડા દ્વારા દબાણ દૂર કરવા નોટિસ આપી હતી. જેમાં ગુડા દ્વારા બાંધકામ દૂર કરાય તો તોડી પડાશે તેવી નોટિસ આપી હતી.

જોકે બાંધકામ દૂર ન થતાં ચારેક દિવસ પહેલાં ગુડા દ્વારા મંદિરના દરવાજાને તાળુ મારી દેવાયું હતું. જેને પગલે આસપાસના ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મુદ્દે વિવાદ સંગઠનોએ આ મુદ્દે આંદોલનની તૈયારી કરી લીધી છે. વીએચપીના રાજેશ પટેલ, બજરંગદળના શક્તસિંહ ઝાલા સહિતના લોકોએ ગુરૂવારે જ મંદિર ખાતે મુલાકાત લઈને તંત્રને આ અંગે રજૂઆત કરી હતી.

વીએચપી-બજરંગદળ દ્વારા આવતીકાલે એટલે કે શનિવારે મંદિર ખાતે રામધૂન બોલાવાશે અને હનુમાન ચાલીસા કરાશે. જોકે આ બધા વચ્ચે કોઈએ મંદિરનું તાળુ ખોલી દેતા આશ્ચર્ય સર્જાયું છે. કારણ કે ગુડા દ્વારા અંગે કઈ ખબર ન હોવાનું કહેવાયું તો સ્થાનિકો પણ તાળુ કોણ ખોલી ગયું તેનાથી અજાણ છે.

સોસાયટીઓ ન હતી ત્યારથી મંદિર છે!
સ્થાનિકોના જણાવ્યા અનુસાર વર્ષો પહેલાં અહીં કોઈ સોસાયટી કે પબ્લિક ન હતી ત્યારે ખેતરમાં નાની દેરી હતી. બાદ વિસ્તારનો વિકાસ થયો અને આસપાસમાં સોસાયટી બની હતી. હરીગોલ્ડ ફ્લેટની સામે જ ગુડાનો રિઝર્વ પ્લોટ પડતાં દેરી તેમાં આવી હતી. આસપાસમાં કોઈ મંદિર ન હોવાથી લોકોએ નાની દેરીમાં સુધારો કરીને ઉપર શેડ ઉભો કરેલો છે. મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બનતા રોજ 500થી વધુ લોકો દર્શન કરતાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...