તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મનપામાં સમાવિષ્ટ નવા વિસ્તારોની કચેરીઓમાં સોલાર સિસ્ટમ લગાવશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી
  • નવા વિસ્તારમાં જાહેર સ્થળો, બગીચાઓમાં 10 સોલાર ટ્રી પણ લગાવવામાં આવશે

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા હવે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પંચાયત સહિતની કચેરીઓમાં સોલાર સિસ્ટમ લગાવાશે, જે માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા નવા વિસ્તારમાં જાહેરસ્થળો અને બગીચાઓમાં 10 જેટલા સોલાર ટ્રી પણ લગાવવામાં આવશે. જેમાંથી કચેરીઓ પર સોલાર સિસ્ટમ અને સોલાર ટ્રી દ્વારા ઉત્પન્ન થયેલી વીજળી કંપનીને આપીને તંત્ર દ્વારા બીલમાં તેનું વળતર મેળવવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા જૂના વિસ્તારોમાં અનેક બિલ્ડિંગો પર સોલાર સિસ્ટમ લગાવાયેલી છે. જેના દ્વારા તંત્ર દ્વારા હાલ વીજળી ઉત્પન્ન કરીને વળતર મેળવાઈ રહ્યું છે. તેમજ કચેરીઓ પર સોલાર સિસ્ટમ અને સોલાર ટ્રી દ્વારા ઉત્પન્ન થયેલી વીજળી કંપનીને આપીને તંત્ર દ્વારા બીલમાં તેનું વળતર મેળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...