તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ગાંધીનગરના શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, રાત્રી કરફ્યુના પગલે લોકો કોરોનાને ભૂલ્યા

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેક્ટર 7ના શાક માર્કેટમાં લોકો શાકભાજી લેવા ઉમટ્યા

ગાંધીનગર જિલ્લામાં રાત્રી કરફ્યુને ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ત્યારે શહેરના શાકમાર્કેટમાં મેળાવડા જામ્યા છે. શહેરના સેક્ટર 7ના શાક માર્કેટમાં ઢળતી સાંજે લોકો શાકભાજી લેવા માટે કોરોનાને ભૂલીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યાં છે.

ગાંધીનગર શહેરમાં કોરોનાએ માથુ ઉચકતા વહીવટી તંત્ર ઊંધા માથે દોડતું થઇ ગયું છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે પોલીસ પણ મેદાને આવી ચૂકી છે. અત્યારે આજે રાત્રે આઠ વાગ્યાથી શહેરમાં કરફ્યુ લાગી જવાના પગલે નાગરિકો સવારથી મોટી સંખ્યામાં ગાંધીનગરના બજારોમાં ઉમટી પડ્યા છે. ભૂતકાળમાં સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ પોકળ સાબિત થતા નાગરિકો હવે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે બહાર નીકળી ગયા છે.

ગત વખતના લોકડાઉન દરમિયાન વહીવટીતંત્રએ જરૂરી ચીજવસ્તુઓ સહેલાઇથી મળી રહે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા. જોકે વસ્તુઓ ડબલ ભાવે વેચાવા લાગી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે આજ રાતથી કરફ્યુ લાગી જવાની જાહેરાત થતા જ નાગરિકો સફાળા દોડતા થઈ ગયા છે. ત્યારે પાનના ગલ્લાઓ તેમજ નાની-મોટી દુકાનો તેમજ મોલ આગળ લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ શાકભાજી ખરીદવા માટે પણ અત્યારે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. લોકો રોજીંદા વપરાશ કરતા ત્રણ ઘણું શાકભાજી ખરીદી રહ્યા છે. જોકે આ ખરીદીમાં નાગરિકો સોશિયલ ડિસ્ટનસીના નિયમો નેવે મૂકીને શાકભાજીની ખરીદી કરવામાં તલ્લીન થઈ ચૂક્યા છે.

એક તરફ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારો એક પછી એક કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તો બીજી તરફ શહેરની હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ચૂકી છે. તેમ છતાં લોકો દ્વારા કોરોનાની અવગણના કરીને બજારોમાં ભીડ એકઠી કરવામાં આવી રહી છે. આ ભીડમાંથી જો એક પણ કોરોના દર્દી મળી આવશે તો કોરોનાનો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો