તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરોનો નવો કીમિયો:ગાંધીનગરના ચંદ્રાલા હાઈવે પર બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, 12 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એકની ધરપકડ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હિંમતનગરથી અમદાવાદ તરફ જતી શિવ કૃપા ટ્રાવેલ્સની બસમાંથી દારૂ ઝડપાયો

ગાંધીનગરના ચંદ્રાલા ગામ આગમન હોટલ સામે હાઇવે રોડ પર શિવ કૃપા ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારા મુસાફરને ઝડપી લઇ ચિલોડા પોલીસે 12 નંગ બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી પ્રોહી ડ્રાઈવ અંતર્ગત ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા ગામે આગમન હોટલ સામે હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન હિંમતનગરથી અમદાવાદ તરફ જતી શિવ કૃપા ટ્રાવેલ્સની બસ નંબર (GJ-03-BV-2520)ને અટકાવી હતી અને પોલીસ ટીમે લક્ઝરી બસમાં તમામ મુસાફરોનો સરસામાન ચેક કરવાની શરૂઆત કરી હતી.

એક પછી એક મુસાફરોના સામાંન ચેક કરતા દરમિયાન એક સીટ નીચે થેલો સંતાડેલી હાલતમાં પોલીસને મળી આવ્યો હતો જેના પગલે પોલીસે થેલાની તલાશી લેતા જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી આવી હતી. બાદમાં પોલીસે રાજસ્થાનના અજમેર જિલ્લાના બામણ ખેડાના 24 વર્ષીય ડુંગરસિંહ રામ સિંહ રાવતની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોધી વિદેશી બોટલ નંગ 12, જેની કિંમત રૂપિયા ત્રણ બજાર 624 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.ચાર હજાર 124નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો