તસ્કરો બેફામ બન્યાં:ગાંધીનગરના સરગાસણની સૌદર્ય - 444 સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, એક સાથે છ ફ્લેટમાં હાથફેરો કરી ફરાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સરગાસણની સૌદર્ય - 444 સોસાયટીમાં તસ્કરોએ એકસાથે છ ફ્લેટના તાળા તોડી તરખાટ મચાવી દેતાં વસાહતીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે સેકટર - 7 પોલીસે હાલમાં રૂ. 1.53 લાખની મત્તા ચોરીની ફરિયાદ નોંધી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તહેવારો દરમ્યાન વાહન ચોરીની સાથે ઘરફોડ ચોરીના બનાવોએ માઝા મૂકી
ગાંધીનગરમાં દિવાળીના તહેવારો દરમ્યાન વાહન ચોરીની સાથે ઘરફોડ ચોરીના બનાવોએ માઝા મુકતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાનું ઉપસી આવ્યું છે. તાજેતરમાં અડાલજ પોલીસ મથકની હદમાં દેવનંદન પરિસર સોસાયટીમાં ત્રણ બંધ ફ્લેટના તાળા તોડી તસ્કરોએ એક ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને 18 લાખથી વધુની મત્તા ચોરી લીધી હતી. જેમાં હજી આંકડો વધવાની શક્યતા છે. ત્યારે સરગાસણની સૌદર્ય - 444 સોસાયટીમાં પણ એકસાથે પાંચ ફ્લેટના તાળા તોડી તસ્કરો તરખાટ મચાવી દીધો છે.

ફ્લેટના દરવાજાનું તાળુ તોડી તસ્કરો અંદર ઘૂસ્યા
સેકટર - 3 ખાતે રહેતાં રમેશભાઈ બારૈયાનાં બહેન આશાબેન નગીનભાઇ બાલસ તેમના દિકરા જયકુમાર સાથે સૌંદર્ય – 444 ફ્લેટ નંબર એસ 202 માં રહે છે. જેમના બંધ ફ્લેટનાં તાળા તૂટયા હોવાની જાણ થતાં રમેશભાઈ સરગાસણ દોડી ગયા હતા. જ્યાં માલુમ પડયું હતું કે, ફ્લેટનો દરવાજો તુટેલ હતો અને બંને બેડ રૂમનો સામાન વેર-વિખેર પડ્યો હતો.

એકસાથે છ ફ્લેટના તાળા તૂટતાં વસાહતીઓમાં ફફડાટ
​​​​​​​
બાદમાં તેમણે વતનમાં ગયેલા ભાણિયા ને વિડિઓ કરતાં સોના ચાંદીના દાગીના અને DSLR કેમેરો મળીને રૂ. 1.53 લાખની મત્તા તસ્કરો ચોરી ગયાં હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હોવાની વાયુવેગે પ્રસરી જતાં વસાહતીઓ પણ એકઠા થઈ ગયા હતા. એવામાં અત્રેની સોસાયટીમાં બ્લોક નંબર 301, બ્લોક આર /402, બ્લોક ટી/203 અને 302,303 ના પણ તાળા તૂટયાનું બહાર આવતા વસાહતીઓ ફફડી ઉઠયા હતા. સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી હોવા છતાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતાં અત્રેના વસાહતીઓમાં ફફડી ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...