તસ્કરોનો તરખાટ:ગાંધીનગરના ચંદ્રાલા સેવા સહકારી મંડળીના કોમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા, 1.11 લાખનો સામાન ઉઠાવીને ફરાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈલેક્ટ્રીકની દુકાનના તાળા તોડી 12 નંગ પંખા અને સબ મર્સિંબલ મોટરોની ચોરી
  • ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા ચંદ્રાલા ગામમાં આવેલ સેવા સહકારી મંડળીના કોમ્પલેક્ષમાં મોડીરાતે ઠંડા ક્લેજે તસ્કરોએ ત્રાટકીને તરખાટ મચાવી દીધો હતો. કોમ્પલેક્ષમાં ઈલેક્ટ્રીકની દુકાનના તાળા તોડી અંદરથી 12 નંગ સીલિંગ પંખા, સબ મર્સિંબલ, સ્વીચો તેમજ વાયરોના બંડલો સહિત 1.11 લાખનો ઈલેક્ટ્રીકનો સામાન ચોરી તસ્કરો સિફતપૂર્વક પલાયન થઈ જતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સેવા સહકારી મંડળીનાં કોમ્પલેક્ષમાં ચોરી
ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતનાં મિલ્કત સંબંધી ગુન્હાની વણઝાર વચ્ચે મોબાઇલ તફડંચીનાં બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે રાત્રે તસ્કરોએ ચંદ્રાલા ગામની સેવા સહકારી મંડળીનાં કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાં ત્રાટકીને બિન્દાસ રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અહીં ગામમાં રહેતો રીકીન રસીકભાઇ પટેલ સેવા સહકારી મંડળીના કોમ્પ્લેક્ષમાં છેલ્લા છ મહીનાથી ઉમીયા ઇલેક્ટ્રીક નામથી ઇલેક્ટ્રીક સામાન વેચવાની દુકાન ચલાવે છે.

દુકાનનું ઈન્ટર લોક ખોલીને અંદર તપાસ કરી
ગત તા. ચોથી સપ્ટેમ્બરનાં રોજ રાબેતા મુજબ રાતના આઠેક વાગે દુકાનનું શટર બંધ કરી રિકીન ઘરે ગયો હતો. ગઈકાલે રવિવારે સવારના અરસામાં રિકીન દૂધ ભરાવા માટે દુકાનની પાછળ આવેલ ડેરીએ જવા નિકળ્યો હતો. એ વખતે તેની દુકાનના શટરના દરવાજાનું તાળુ તૂટેલો જોયું હતું. આથી રિકીને દુકાનનું ઈન્ટર લોક ખોલીને અંદર તપાસ કરતાં તમામ સર સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો.

1.11 લાખનો સામાન ચોરી તસ્કરોએ તરખાટ મચાવ્યો
દુકાનમાંથી ઓરીએન્ટ કંપનીના સીલીંગ ફેન નંગ-12, જે ક્રોમ્પટ્ન કંપનીના સીલીંગ ફેન નંગ- 8, અડધા એચ.પી.ની સબમર્સિંબલ પાણીની મોટર નંગ-3,ફીલીપ્સ કંપનીની ઇસ્ત્રી નંગ-6,સીસકા કંપનીના એલ.ઇ.ડી. બલ્બ નાં કાર્ટુન, હાઇફાઇ કંપનીની એમ.સી,બી સ્વીચો કુલ બોક્ષ નંગ-8, વાયરનાં બંડલો મળીને 1.11 લાખનો ઈલેક્ટ્રીકનો સામાન ચોરી તસ્કરો નાસી ગયાનું માલુમ પડયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...