ચોરી:દહેગામનાં અમરાજી મુવાડા ગામે બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો તાંબા-પિત્તળની ઘર વખરીનો સામાન ચોરી ફરાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિંમતી ચીજ હાથ ન લાગતા થાળી, વાટકા, ગ્લાસ, ચમચી, થાળ સહિતનાં તાંબા પિત્તળનાં વાસણો તસ્કરો ચોરી ગયા

દહેગામ તાલુકાના અમરાજીનાં મુવાડા ખાતે તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડયા હતા. મકાનમાંથી કિંમતી ચીજ હાથનાં તસ્કરો મકાનમાંથી થાળી, વાટકા, ગ્લાસ, ચમચી, થાળ સહિતનાં તાંબા પિત્તળનાં વાસણો તસ્કરો ચોરી ગયા હતા. આ અંગે દહેગામ પોલીસે રૂ. 13 હજાર 400ની મત્તાની ચોરાઇ હોવાની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સૈજપૂર બોઘા પ્રભાકર એપાર્ટમેન્ટમાં રહેતા વય નિવૃત ચંદ્રકાંતભાઈ ધૂળાભાઈ સોનારા દહેગામ તાલુકાના અમરાજીનાં મુવાડા ગામના મૂળ વતની છે. જેઓ વાર તહેવારે પોતાના વતન જતા આવતા રહે છે. જેમનો સગો ભત્રીજો જયેશ પણ સૈજપૂર બોઘા રહે છે.

ભત્રીજા જયેશની મમ્મી શકીબેન અને તેની પત્ની ગીતાબેને વતન અમરાજી મુવાડા વાળા ઘરે ઘરે માતાજીનો ગરબો રાખ્યો હતો. જેથી ગત તા. 14 મી ઓક્ટોબરના રોજ ગરબાની પધરામણી કરવા માટે ગામડે ગયા હતા. અને સાંજના પરત ઘરે આવી હતા. ત્યારે ચંદ્રકાંતભાઈને માલુમ પડયું હતું કે ઘરના તાળા તૂટયા છે. જેનાં પગલે તેઓ અન્ય સગાઓ સાથે વતન આવી પહોંચ્યા હતા. જ્યાં ઘરની જાળી નું તાળું તૂટેલી હાલતમાં બાજુમાં પડયું હતું. અને અંદરનો દરવાજો ખુલ્લો હતો. મુખ્ય રૂમનાં ખૂણામાં ગોદળા મૂકવાના સ્ટેન્ડ પાસે એક કંતાનનાં કોથળામાં ભરી મૂક્યો હતો.

સ્ટીલની 10 થાળી, 10 વાટકી, 10 ગ્લાસ, 10 ચમચી, ચાની કીટલી, તાંબાનું બેડું, પાણી ગરમ કરવાનું તપેલું હતા. તે આખો કોથળો ગાયબ હતો. બાદમાં ચંદ્રકાંત ભાઇએ લાકડાની સીડી વાટે ઉપરના માળે જઈને જોયું તો લાકડાના ટેબલ પરથી પિત્તળની 20 થાળી, 20 વાટકી, 10 ગ્લાસ, 3 લોટા, 3 થાળ, 2 ડોલ પણ તસ્કરો ચોરી ગયા હોવાનું માલુમ પડયું હતું. આ અંગે દહેગામ પોલીસે રૂ. 13 હજાર 400 ની કિંમતનાં તાંબા પિત્તળ અને સ્ટીલના વાસણો ચોરી સબબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...