સમસ્યા:છઠ્ઠા દિવસે પણ સફાઈ કામદારોની હડતાળ ચાલુ રહેતાં સ્માર્ટ સિટી ગંદું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સફાઈ કામદારોની હડતાળથી પાંચ દિવસથી અટકી પડેલી સફાઈને પગલે સ્વચ્છ પાટનગર અસ્વચ્છ દેખાઈ રહ્યું છે. - Divya Bhaskar
શહેરમાં સફાઈ કામદારોની હડતાળથી પાંચ દિવસથી અટકી પડેલી સફાઈને પગલે સ્વચ્છ પાટનગર અસ્વચ્છ દેખાઈ રહ્યું છે.
  • સફાઈ કામદારોના પ્રશ્ને કોઈ નિવેડો ન આવતાં વિરોધ વધ્યો
  • કામદારોએ ઉગ્ર રજૂઆત સાથે આંદોલનને આગળ વધારવાની તૈયારી કરી

કપાત અને મોડો પગાર તથા સ્માર્ટવોચ મુદ્દે ગાંધીનગરના સફાઈ કામદારોની હડતાળને રવિવારે છઠ્ઠો દિવસ થયો છે. સતત પાંચેક દિવસથી હડતાળ પાડીને કામગીરીથી અળગા રહેલાં સફાઈ કામદારોના પ્રશ્ને કોઈ નિવેડો ન આવતા આજે છઠ્ઠા દિવસે સફાઈ કામદારોએ ઉગ્ર રજૂઆત સાથે આંદોલનને આગળ વધારવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં છેલ્લા પાંચ દિવસથી અનેક સ્થળે સફાઈ જ થઈ નથી જેને પગલે ક્લિનેસ્ટ કેપિટલનો એવોર્ડ મેળવનાર પાટનગરમાં અસ્વચ્છતાં ઉડીને આંખે વળગી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે સફાઈ કામદારો કોર્પોરેશન બિલ્ડિંગ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં કામદારોએ સ્માર્ટવોચના પોટલા મ્યુનિસિપલ કમિશનરની કેબીનની બહાર જ મુકી દીધા હતા. સફાઈ કામદારો દ્વારા કોર્પોરેશના અધિકારીઓને મળીને રજૂઆત કરાઈ હતી કે તેઓ જરૂર પડશે તો પગાર વગર કામ કરશે પરંતુ સ્માર્ટવોચ તો નહીં જ પહેરે જો સ્માર્ટવોચ પહેરાવવી હોય તો એજન્સીને હટાવીને તંત્ર દ્વારા સીધા રોજમદાર તરીકે તેમને લેવામાં આવે. જોકે સમગ્ર મુદ્દે કોઈ નીવેડો ન આવતા કામદારો સ્માર્ટવોચ ત્યાં જ મુકીને રવાના થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...