રાહત:નાના-મધ્યમ ઉદ્યોગોને 9.25 ટકાથી ઓછા વ્યાજે લોન મળશે, ઉદ્યોગોને વેગવંતા બનાવવા માટે નિર્ણય

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • MSMEને વધારાની મળેલી લોન પર માર્જિન મની લેવાશે નહીં

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમએસએમઇને ફરી ધમધમતા કરવા માટે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો, બેંકના અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોના મેનેજરો સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નાના, મધ્યમ કદના ઉદ્યોગોને લોકડાઉન પછી ફરી વેગવંતા બનાવવા માટે બેંકો મહત્તમ 9.25 ટકા વ્યાજથી ઓછા વ્યાજ દરે લોન આપશે તેવો નિર્ણય કર્યો છે.

લોન લેવામાં મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં એવું પણ નક્કી થયું છે કે, કોઇ ઉદ્યોગ બેંકનો હાલમાં ગ્રાહક છે જ, તેવા ઉદ્યોગો અત્યારે લોન મેળવે તો તેમણે કોઇ માર્જિન મની આપવાની રહેશે નહીં. લોનના ફોલોઅપ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેંકના પ્રતિનિધિ, ચેમ્બરના પ્રતિનિધિ સહિત સરકારી પદાધિકારીઓને એક કમિટી હશે ઉદ્યોગને લોન મળવામાં કોઇ મુશ્કેલી પડે નહીં તેનું ધ્યાન રાખશે.

અન્ય સમાચારો પણ છે...