તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભામાં સરકારે કહ્યું:રાજ્યના ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ ‘નલ સે જલ’ યોજના હેઠળ આવરી લેવાશે, ડુંગરાળ વિસ્તારોમાં પાણી માટે લિફ્ટ ઈરીગેશન કરવાની યોજના કાર્યરત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં 2022 સુધીમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 100 ટકા મકાનોમાં પાણી પહોંચાડાશે - Divya Bhaskar
રાજ્યમાં 2022 સુધીમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 100 ટકા મકાનોમાં પાણી પહોંચાડાશે
  • રાજ્યના નાગરિકોને પાણીજન્ય રોગોથી બચાવવા શુદ્ધ અને 100 ટકા ફિલ્ટર્ડ પાણી આપવાની સરકાર સતત પ્રયત્નશીલ છેઃ સીએમ રૂપાણી

વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાની યોજનાની જાહેરાત કરી હતી. તે સંદર્ભે ગુજરાતમાં પણ 2022 સુધીમાં ‘નલ સે જલ’ યોજનાનું કામ પૂર્ણ કરવાનું સરકારનું લક્ષ્ય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કહ્યું હતું કે આદિવાસી પરિવારોને સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થતાં પાણીની યોજનાને લોકો સુધી પહોંચાડવા સરકાર કાર્યરત છે.
ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે
તેમણે ઉમેર્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યના ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. સૌરાષ્ટ્ર પંથકમાં ક્ષારયુક્ત પાણીને કારણે પથરી, ઉત્તર ગુજરાત વિસ્તારમાં ક્લોરાઈડયુક્ત પાણીને કારણે હાથીપગો કે દાંત પીળા પડી જવા સહિતના રોગોનો સતત સામનો કરવો પડ્યો છે. સમગ્ર રાજ્યને 100 ટકા ફિલ્ટર્ડ પાણી મળી રહે તે દિશામાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત ‘નલ સે જલ’ યોજનાની ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.

તળાવે પાણી ભરવા જતી બહેનોને હવે ઘરે બેઠા પાણી મળ્યું છે
તળાવે પાણી ભરવા જતી બહેનોને હવે ઘરે બેઠા પાણી મળ્યું છે

યોજનાની 82 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી
આજ દિન સુધીમાં રાજ્યમાં આ યોજનાની 82 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે બાકીના 18 બાકી રહેલ વિસ્તારોમાં ડુંગરાળ વિસ્તારોનો સમાવેશ થાય છે. ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ ઈરીગેશન થકી ‘નલ સે જલ’ યોજના નેટવર્ક પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે જે આગામી 17 મહિનામાં પૂર્ણ કરી દેવાનો સરકારનો લક્ષ્યાંક છે.
એટલે કે વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યનું એક પણ ઘર ‘નલ સે જલ’ યોજના અંતર્ગત બાકી રહેશે નહીં. એવો નિર્ધાર તેમણે દર્શાવ્યો હતો.
પાણી પુરવઠા મંત્રીએ સેક્ટર રિફોર્મ અંગે શું કહ્યું?
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીઆએ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, રાજ્યનું એક પણ ગામ પીવાના શુદ્ધ પાણીથી વંચિત ન રહે તે માટે સરકારે પહેલ કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી પરિવારોને સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંતર્ગત ખેડબ્રહ્માના 18 ગામો, વિજયનગરના 5 ગામો, હિંમતનગરના 7 ગામો અને ઈડરના 3 ગામોમાં 100 ટકા ઘર સુધી નળથી પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. જયારે અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 38 ગામો તથા મેઘરજના 29 ગામોમાં 100 ટકા ઘર સુધી નળથી પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો