કલોલ તાલુકામાં પીયજ ગામ પાસે નર્મદા કેનાલમાંથી સ્કૂલનો ડ્રેસ પહેરેલી સ્થિતિમાં ખોપડી સહિતનું હાડપિંજર મળી આવ્યું હતું. ઘટનાને પગલે કલોલ તાલુકા પોલીસે સ્થળ પર જઈને હાડપિંજરને કલોલ પીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યુ હતું. સ્કૂલ ડ્રેસ જોતા હાડપિંજર કડીથી ગૂમ થયેલા 13 વર્ષીય વિદ્યાર્થીનો હોવાની ક્યતા છે. કડી-છત્રાલ રોડ સ્થિત સ્પ્રિંગડેલ સ્કૂલમા ધોરણ7 મા અભ્યાસ કરતા 13 વર્ષિય સાહિલ શર્માને શાળાના શિક્ષકે ચોરી કરવા મામલે પોલિસ ફરીયાદની ધાક ધમકી આપતા ગભરાઈ ગયેલ છાત્ર શાળામાંથી સાયકલ લઈને ઘરે જવાનુ કહી નીકળી ગયો હતો.
શાળામાં ચોરી મામલે શિક્ષકે સાહિલને પોલિસ ફરીયાદના નામે ધાક ધમકીઓ આપી ડરાવતા સાહિલ ગભરાઈ ગયો હતો. 27 એપ્રિલે ચોરી મામલે તેના પિતાને શાળામા બોલાવી શિક્ષકે ચોરી મામલે તેમને અવગત કર્યા હતા. બાદમાં તેના પિતા સાથે સાહિલ સાયકલ લઇને ઘરે જવા નીકળ્યો હતો અને તેના પિતા સીધા સેરા કંપનીમા નોકરી પર ગયા હતા. જોકે સાહિલ ઘરે જવાને બદલે નીકળી ગયો હતો, જેનો હજુ પત્તો લાગ્યો નથી. પિયજ કેનાલમાંથી મળેલ હાડપિંજર સાહિલનું હોવાની શક્યતા છે. જે માટે પોલીસે તેના ડીએનએ સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.