લાલચ આપી દુષ્કર્મ:સાંતેજ ગામથી છ વર્ષીય બાળકીનું અપહરણ કરી અજાણ્યા બાઇક સવારે દુષ્કર્મ આચર્યું, રાંચરડા બ્રિજ પાસેથી બાળકી મળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓરડી બહાર બાળકી સૂતી હતી ત્યારે બાળકીને આંટો મારવાની લાલચ આપી બાઈક સવારે અપહરણ કર્યું હતું

રાજ્યના પાટનગર ગાંધીનગરના સાંતેજ ગામમાં આવેલી ફેક્ટરીની ઓરડી બહાર સૂઈ રહેલી છ વર્ષીય બાળકીને અજાણ્યા બાઇક સવારે આંટો મારવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સાંતેજ પોલીસ મથકનાં ચોપડે નોંધવામાં આવી છે.

રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મના કેસોમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ભાઈબીજના દિવસે રાજ્યના પાટનગર ગાંધીનગરના સાંતેજ ગામમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. અજાણ્યો વ્યક્તિ બાઇક ઉપર આંટો મારવવાના બહાને બાળકીને લઈ ગયો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આરોપીને શોધવા પોલીસે બે ટીમો તૈયાર કરી
આ ઘટના બાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. બીજી બાજુ સાંતેજ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા માટે બે અલગ ટીમો તૈયાર કરાવી છે. પરંતુ પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર આરોપી જાણભેદું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

શખ્સ બાઇક પર આટો મારવાના બહાને બાળકીને લઇ ગયો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરના સાતેજ ગામમાં પોલીસ સ્ટેશનની હદમાં અજાણ્યા શખ્સ દ્વારા છ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર જાણવા મળી રહ્યું છે કે સાંતેજ ગામમાં આવેલી ફેક્ટરીની ઓરડીમાં રહેતા મજૂર પરિવારની છ વર્ષીય દીકરી ઓરડીની બહાર સૂતી હતી. તે વખતે અજાણ્યો વ્યક્તિ બાઇક ઉપર આંટો મારવવાના બહાને બાળકીને ઘરેથી લઈ ગયો હતો, અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

બાળકી રડતી હોવાથી રાહદારીએ પોલીસને જાણ કરી
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બાળકીને ઉઠાવીને અજાણ્યો બાઈક સવાર લઈ ગયો હતો. બાદમાં દુષ્કર્મ આચાર્યા પછી તેને રાંચરડા બ્રિજ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે બાળકી રડતી હોવાથી રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બાળકી પર ગેંગ રેપ થયો હોવાની વાતો પણ વહેતી થઈ છે. જો કે હાલમાં પોલીસ આ બાબતે કાંઇ પણ કહેવાનો ઈન્કાર કરી રહી છે. હાલમાં પોલીસે અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...