તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો તરખાટ:ગાંધીનગરના રખીયાલનાં સુજાનાં મુવાડામાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં છ તસ્કરો ત્રાટક્યા, રૂ. 18 હજાર 500ની ચોરી

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલમાં ધારાસભ્યનાં બંગલામાં ચોરીની શાહી સુકાઇ નથી અને ફરી ચોરી

ગાંધીનગરના કલોલમાં ધારાસભ્યનાં બંગલામાં તસ્કરો તરખાટ મચાવી રૂ. 8.51 લાખની મત્તા ચોરી નાસી ગયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી એવામાં ગઈકાલે રખીયાલ પોલીસ મથકની હદમાં આવેલા સુજાનાં મુવાડામાં આવેલ કોલ્ડ સ્ટોરેજની ઓફિસની બારીની ગ્રીલ તોડી છ તસ્કરો રૂ. 18 હજાર 500ની રોકડ ચોરીની નાસી ગયાં ઘટના પ્રકાશમાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં કોરોના મહામારીની લહેર શાંત પડતાં જ તસ્કરો ગાંધીનગરમાં તરખાટ મચાવી રહ્યા છે. તસ્કરો રાત્રિ કરફ્યુ દરમિયાન પણ બિન્દાસ ચોરીની ઘટનાને અંજામ આપીને આબાદ રીતે કેમેરામાં કેદ થઈ ગયા પછી પણ જિલ્લામાં ચોરી કરીને નાસી જવાંમાં સફળ થઈ રહ્યા છે.

થોડા દિવસ અગાઉ જ કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનાં બગલાને ટાર્ગેટ કર્યા બાદ રખીયાલનાં સુજાનાં મુવાડામાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં પણ ચોરી થવા પામી છે. દહેગામ ખાતે રહેતા સુરેશ પ્રજાપતિ અત્રે મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તા. ચોથી જૂલાઈની રાત્રે અજાણ્યા છ તસ્કરો કમ્પાઉન્ડમાં આવેલ લોખંડની ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ અંદર પ્રવેશી તમામ સામાન વેર વિખેર કરી દઈ ડ્રોવરમાંથી રૂ. 18હજાર 500ની રોકડ ચોરીને નાસી ગયા હતા. અહીં લગાવેલા કેમેરામાં તસ્કરો આબાદ રીતે કેદ થઈ ગયા અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...