તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:અન્ય ખાનગી હોસ્પિટલમાંથી સિરિયસ થયેલા દર્દીઓમાં 50% ઓક્સિજન હોવાનું બહાર આવ્યું

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિવિલમાં 30 ટકા દર્દીએ માત્ર 24 કલાકમાં જ દમ તોડ્યો
 • 13મી, નવેમ્બરથી તા. 4થી, ડિસેમ્બર સુધીમાં કોરોનાના કુલ 233 દર્દીઓના મોત

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તારીખ 13મી, નવેમ્બરથી તારીખ 4થી, ડિસેમ્બર સુધીમાં કોરોનાના કુલ 233 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાંથી 30 ટકા દર્દીએ માત્ર 24 કલાકમાં જ દમ તોડ્યો હતો. જ્યારે 28 ટકા દર્દીએ 48 કલાકમાં અને 18 ટકા દર્દીએ 72 કલાકમાં જ્યારે અન્ય દર્દીએ 72 કલાક પછી અંતિમ શ્વાસ લીધો હતો.જિલ્લામાં તારીખ 13મી, નવેમ્બરથી તારીખ 4થી, ડિસેમ્બર સુધીમાં જિલ્લાના 158 દર્દીના કોરોનાથી મોત થયાં છે. જ્યારે અન્ય જિલ્લાના 75 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે.

આથી માત્ર 23 દિવસમાં 233 દર્દીના મોતની પાછળનું કારણ જાણવા માટે ગાંધીનગર સિવિલના મેડિસીન ડિપાર્ટમેન્ટના ડો.દિનકર ગોસ્વામીને પુછતા જણાવ્યું કે, દર્દીઓમાં હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડની, લીવર, હાર્ટની બિમારીવાળા દર્દીઓના મોતનો રેસિયો 83 ટકા જેટલો ઊંચો રહ્યો હતો. દિવાળી પછી મોત વધવાની પાછળ મોટાભાગના દર્દીઓ અન્ય હોસ્પિટલમાં વેન્ટીલેટરની સગવડ નહીં હોવાથી આવતા હતા. અમુક દર્દીઓમાં ઓક્સિજનનું લેવલ 40થી 50 ટકા જેટલું નીચું હોય તેવા દર્દીઓને બચાવવા કપરૂ બની રહેતું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો