તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રનું જુઠાણું:અંતિમધામનું સત્ય, જિલ્લા પંચાયત તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદી પ્રમાણે 25 નવેમ્બરે એક પણ મૃત્યુ નહીં

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમણી બાજુના ફોટામાં જોઈ શકાય છે કો ગાંધીનગરના સ્મશાન ગૃહમાં 10 લોકોના મોતની નોંધ છે. જ્યારે સરકારી પ્રેસનોટમાં એકપણ મોતનો ઉલ્લેખ નથી. (ડાબો ફોટો) - Divya Bhaskar
જમણી બાજુના ફોટામાં જોઈ શકાય છે કો ગાંધીનગરના સ્મશાન ગૃહમાં 10 લોકોના મોતની નોંધ છે. જ્યારે સરકારી પ્રેસનોટમાં એકપણ મોતનો ઉલ્લેખ નથી. (ડાબો ફોટો)
  • 4 મૃતદેહ લઈ જવાની પરિવારે મંજૂરી આપી હોવાની સિવિલ-મૅયરની વાત પણ ખોટી
  • બીજી તરફ સેક્ટર-23માં આવેલા મુક્તિધામ સ્મશાનના ચોપડામાં 25 નવેમ્બરે કોરોનાને કારણે 10 મૃત્યુ થયાં હોવાની નોંધ કરવામાં આવી છે.
  • આ રીતે કોઈ જ મૃત્યુ ન થયાનું તંત્રનું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે.

ગાંધીનગરમાં દિવાળી પછી કોરોનાના કેસો અને મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સિવિલ હૉસ્પિટલ, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતના સરકારી તંત્રે તકેદારી રાખવાને બદલે મૃત્યુના આંકડા છુપાવવાની નીતિ અપનાવી છે. જિલ્લા પંચાયતની સત્તાવાર યાદીમાં 23થી 26 નવેમ્બર સુધીના 4 દિવસમાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું જાહેર કર્યું છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સત્તાવાર યાદીમાં પણ માત્ર 22 નવેમ્બરે 1 દર્દીના મૃત્યુની નોંધ છે. જોકે, કોરોનાથી મૃત્યુ પામેલા 4 દર્દીના મૃતદેહો એક જ શબવાહિનીમાં અંતિમ સંસ્કાર માટે મુક્તિધામ લઈ જવાયાની ઘટના બહાર આવતાં સિવિલ અને સરકારી તંત્રનું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે.

મોતનો મલાજો જાળવવામાં ચૂકી ગયેલું સિવિલ તંત્ર મૃતકોનાં સગાંની સંમતિથી એક જ શબવાહિનીમાં 4 મૃતદેહ લઈ જવાયા હોવાનું કહી બેદરકારીથી છટકી રહ્યું છે. એટલું જ નહીં, ખુદ મૅયર પણ આ ગાણું ગાઈ રહ્યા છે. જોકે, આવી કોઈ જ મંજૂરી લેવાઈ નથી અને કોઈ પરિવાર આવી મંજૂરી આપે જ નહીં, તેમ મૃતકના પરિવારે સ્પષ્ટતા કરતાં વધુ એક જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું છે.બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટિના ચૅરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં તેમણે મરણવિધિનો પ્રોટોકોલ જળવાયો હોવાનું લાગતું નથી, જેથી આ બાબતે પરિવાર પાસે મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે બાબતની તાત્કાલિક તપાસ કરી કસૂરવારો સામે 10 દિવસમાં નિયમોનુસાર પગલાં લઈને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા લખ્યું છે.

બીજી તરફ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ પણ મ્યુનિસિપલ કમિશનરને આ મુદ્દે પત્ર લખ્યો છે, જેમાં તેમણે મરણવિધિનો પ્રોટોકોલ જળવાયો હોવાનું લાગતું ન હોવાનું જણાવ્યું છે. વધુમાં આ બાબતે મૃતકોના પરિવારો પાસે મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે બાબતની તાત્કાલિક તપાસ કરી કસૂરવારો સામે 10 દિવસમાં નિયમોનુસાર પગલાં લઈને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા લખ્યું છે.સિવિલ અધિક્ષક સિવિલ હૉસ્પિટલની એક જ શબવાહિનીમાં કોવિડના 4 મૃતદેહ લઈ જવા અંગે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના અધિક્ષક ડૉ. નિયતિબહેન લાખાણીને પૂછતાં તેમણે જણાવ્યું છે કે કોવિડના મૃતક દર્દીઓનાં સગાંની મંજૂરીથી લઈ જવામાં આવ્યા હતા.

એક જ શબવાહિનીમાં એકસાથે 4 મૃતદેહો લઈ જવાતાં સરકાર અને તંત્રની પોલ ખૂલી ગઈ હતી.
એક જ શબવાહિનીમાં એકસાથે 4 મૃતદેહો લઈ જવાતાં સરકાર અને તંત્રની પોલ ખૂલી ગઈ હતી.

પરિવારોની સહમતીથી એકાદ ઘટના બની
પરિવારને જાણ કરાયા પછી બીજાને સંક્રમણ ન લાગે તે રીતે મૃતદેહ પૅક કરવાથી લઈને પેપરવર્કમાં 2-3 કલાક થાય છે. ત્યારે ઘણી વાર પરિવારજનો પણ ઉતાવળ કરતા હોય છે. ત્યારે સિવિલ ખાતે પરિવારોની સહમતીથી આવી એકાદ ઘટના બની છે. જે મુદ્દે તપાસના આદેશ અપાયા છે.’- રીટાબહેન પટેલ, મૅયર

DMCને જાણ કરી હતી પણ પગલાં ન લીધાં
આ પહેલી વખત નથી બન્યું. 18મીએ સાંજે મારા કૌટુંબિક ભાઈ ગુજરી ગયા ત્યારે તેમના મૃતદેહની સાથે પણ બીજા 3 મૃતદેહ હતા. બીજે દિવસે ડૅપ્યુટી મ્યુનિ. કમિ.ને જાણ કરી હતી પરંતુ કોઈ પગલાં લેવાયાં નહોતાં. મૅયર રટણ કરે છે કે આ પહેલો બનાવ છે તે જુઠાણું છે.’- શૈલેન્દ્રસિંહ બિહોલા, વિપક્ષી નેતા, ગાંધીનગર મહાનગરપાલિકા

અમારી કોઈ મંજૂરી લેવાઈ નથી: મૃતકના પુત્ર
શબવાહિનીમાં 4 મૃતદેહ પૈકી 1 ચાંદખેડાના પુનાભાઈ હેમાભાઈ સોલંકીનો હતો. આ મુદ્દે તેમના પુત્ર રજનીકાંત ભારતીયે કહ્યું હતું કે, ‘આ પ્રકારે મૃતદેહ લઈ જવા અમે મંજૂરી આપી નથી. પિતાનું બુધવારે સવારે અવસાન થયું હતું. શબવાહિનીમાં એક સાથે 4 મૃતદેહ જોઈને અમને પણ આંચકો લાગ્યો હતો પરંતુ શોકની સ્થિતિમાં અમે તે સમયે કંઈ બોલી શકવાની સ્થિતિમાં નહોતા.

મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર કરાયેલા કોવિડના મૃતદેહો

તારીખગાંધીનગરઅન્ય
જિલ્લાજિલ્લા
15-1133
16-1174
17-1197
18-1171
19-1152
20-1144
21-1174
22-1173
23-1196
24-1182
25-11103

(મુક્તિધામમાંથી પ્રાપ્ત આંકડા અનુસાર) મુક્તિધામમાં સીએનજીની 2 ભઠ્ઠીમાંથી 1 ભઠ્ઠીમાં ટૅક્નિકલ ખામીને કારણે બંધ હાલતમાં હોવાનું મુક્તિધામનાં માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...