હાલાકી:ટેક્સ ભરવા છતાં 30 વર્ષથી પાકા રોડની રાહ જોતા શો રૂમના માલિકો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેક્ટર 30 જીટીએસ રોડ ઉપર વર્ષોથી નવાે રોડ નહીં બનતા હાલાકી. - Divya Bhaskar
સેક્ટર 30 જીટીએસ રોડ ઉપર વર્ષોથી નવાે રોડ નહીં બનતા હાલાકી.
  • સેક્ટર- 30 GTS રોડ વર્ષોથી ખખડધજ છતાં નવો બનાવાતો નથી

ગાંધીનગર શહેરના સેક્ટર 30 જીએસટી રોડ ઉપર અનેક વાહનોના 10 थीथी थीथથી 12 શો રુમ આવેલા છે. તમામ શો રૂમના માલિકો વર્ષોથી ટેક્ષની ભરપાઇ કરી રહ્યા છે. તેમ છતા 30 વર્ષથી પાકા રોડ રસ્તાથી વંચિત છે. સત્તાધિશોને અનેક રજૂઆતો કરાઈ છે. છતા ટેક્સ ભરતા રજૂઆત તેમના ધ્યાને આવતી નથી. જેને લઇને આગામી સમયમા શો રૂમના માલિક અને સંચાલકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે તો નવાઇ નહિ.પાટનગરમા જિલ્લાના નાગરિકો વાહનો ખરીદવા આવે છે, તે જીટીએસ રોડ હજુ પણ પાકા રોડની રાહ જોઇ રહ્યો છે.

તમામ શો રૂમના માલિકો દ્વારા લાગતા વળગતાને અનેકવાર રજૂઆત કરાઈ છે. તેમ છતા છેલ્લા ત્રણ દાયકાથી રોડ રસ્તાનુ નિરાકરણ આવતુ નથી. જીટીએસ રોડ ઉપર આવેલા પ્લોટ નંબર 25ના માલિક ભાવનાબેન ચૌધરીએ લેખિત રજૂઆત કરી હતી કે, હુ અહિંયા 1500 મીટરનો પ્લોટ ધરાવુ છુ અને તેનો નિયમિત ટેક્ષ ભરપાઇ કરુ છુ.

પરંતુ મારા સહિત તમામ શો રૂમના માલિકોને હજુ સુધી સફાઇની સુવિધા મળતી નથી. તે ઉપરાંત મહત્વનો કહી શકાય તેવા પાકા રોડની સુવિધા હજુ સુધી મળી નથી. આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોના મણકા હલી જાય તેવા ખાડા પડ્યા છે. તે ઉપરાંત સરકારી વાહનો રીપેરીંગ થવા આવે છે તે વાહન વ્યવહાર અને મહાનગર પાલિકાનો વ્હીકલ પુલ અહિ જ આવેલો છે. જ્યાં નિયમિત વાહનો આવી રહ્યા છે, તેમ છતા પાકા રોડની માંગ વિકાસશીલ સરકારમાં પુરી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...