તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં વેક્સિનેશન:રાજ્યને જરૂરિયાતની સામે 45% ઓછા ડોઝ ફાળવાતાં રસીની અછત; ગયા એક જ અઠવાડિયામાં રાજ્યમાં 28 લાખ ડોઝ અપાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દરરોજ આવતા ડોઝની સંખ્યા 5 દિવસથી ઘટી હોવાથી લોકોએ પાછા જવું પડે છે, રોજના 4 લાખની સામે સવા 2 લાખ ડોઝ જ આવે છે

ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ કેન્દ્રો પર ઘણાને ખાલી હાથે પાછા જવું પડે છે. ગુજરાત સરકાર હાલ રસીના મામલે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર પર અવલંબિત છે અને કેન્દ્રમાંથી રસીનો જથ્થો ઓછો ફાળવાતો હોવાથી આ સ્થિતિ છે. ગુજરાતની જરૂરિયાત સામે 45 ટકા જેટલો જથ્થો ઓછો આવી રહ્યો હોવાનું રાજ્ય સરકારનાં સૂત્રો જણાવે છે. હાલ ગુજરાતને દૈનિક ચાર લાખ જેટલો રસીનો જથ્થો જોઈએ છે, તેની સામે સવા બે લાખ જેટલો જ ડોઝ મળે છે. ગત સપ્તાહે દૈનિક 4 લાખ ડોઝ પ્રમાણે 28 લાખ કરતાં વધુ ડોઝ ગુજરાતને મળ્યા હતા. તેની સામે હાલ આ ડોઝ 15થી 17 લાખ જેટલાં ડોઝ મળે છે.

અગાઉ ગુજરાતને 2થી 2.5 લાખ ડોઝ મળતા હતા, જેને કેન્દ્ર સરકારે ગત સપ્તાહે વધાર્યા હતા. આ ઉપરાંત અગાઉ રસી મેળવવા ઓનલાઇન રજિસ્ટ્રેશન જરૂરી હતું, તેથી રસી માટે આવનારની સંખ્યા પણ ઓછી રહેતી હતી, તેથી રસીનો સ્ટોક પડ્યો પણ રહેતો હતો, જે પાછલા સપ્તાહમાં કામે લાગતાં સરકારે એક જ સપ્તાહમાં 28 લાખ ડોઝ આપ્યા હતા. જોકે સરકારે જ્યારથી રસી માટે 18થી 45 વર્ષની વયના લોકોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન મરજિયાત કર્યું ત્યારથી મોટી સંખ્યામાં નાગરિકો રસીકેન્દ્રો પર આવે છે. તેની સામે રસીના ડોઝની સંખ્યા ઘટતાં આ સપ્તાહે રસીકરણ અને તેમાંય શહેરી વિસ્તારોમાં ખૂબ ઘટી ગયું છે.

શહેરમાં આજે 40 હજાર લોકોને વેક્સિન આપી શકાશે
શહેરમાં છેલ્લા એક સપ્તાહથી રાજ્ય સરકાર દ્વારા 25 હજાર કે તેથી પણ ઓછો વેક્સિનનો જથ્થો અપાતો હતો ત્યારે શનિવાર માટે રાજ્ય સરકારે અમદાવાદને 40 હજાર ડોઝનો જથ્થો ફાળવ્યો છે. પરિણામે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન અપાશે. શહેરમાં શુક્રવારે 25675 જેટલા નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે.

રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિ.ને મોટો જથ્થો આપ્યો, શહેરનાં તમામ 400 સેન્ટર પર વેક્સિન અપાશે
શહેરમાં સામાન્ય રીતે 400 સેન્ટર પર વેક્સિનની કામગીરી શરૂ કરાતી હોય છે, પરંતુ એક સપ્તાહથી શહેરમાં વેક્સિનનો જથ્થો 25 હજાર કે તેથી પણ ઓછો ફાળવાતાં શહેરના 140 જેટલા કેન્દ્રો પર જ વેક્સિનેશન ચાલુ રખાતું હતું, જેમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર અને કેટલાક મહત્ત્વના હોલ સહિતના સેન્ટર પર વેક્સિન કામગીરી કરાતી હતી. જોકે સરકાર 40 હજાર ડોઝ ફાળવવાની હોવાથી હવે તમામ 400 સેન્ટર પર શનિવારે મ્યુનિ. વેક્સિન આપી શકશે.

અમદાવાદ મ્યુનિ.એ શુક્રવારે 25675 નાગરિકોને વેક્સિન આપી હતી, જેમાં 18થી 44 વર્ષના 11874 નાગરિકોનો સમાવેશ થાય છે. 7 ટ્રાન્સજેન્ડર નાગરિકોએ પણ રસી મેળવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 14305 સુપરસ્પ્રેડર્સે વેક્સિન લીધી છે, જેમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 4853 વેપારીનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછી દક્ષિણ પશ્ચિમઝોનમાં 484 વેપારીએ વેક્સિન લીધી છે. શુક્રવારે 679 જેટલા વેપારીઓએ વેક્સિન મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...