લેન્ડ ગ્રેબ્રિંગ:શિહોલીમોટી ગામમાં વેચી દીધેલી જમીનમાં ગેરકાયદે મકાન બાંધી દીધું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિલોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબ્રિંગની ફરિયાદ નોંધાઈ
  • લેકાવાડાના ખેડૂતે 2011માં 15 લાખ રૂપિયા ચૂકવી જમીન ખરીદી હતી

શિહોલીમોટી ગામની સીમમા આવેલી જમીનમા ગેરકાયદે રીતે મકાન બનાવી દેવામા આવતા આવ્યુ હતુ. 2011મા લેકાવાડામા રહેતા ખેડૂત દ્વારા 15 લાખ રૂપિયા ચૂકવી જમીન ખરીદી હતી. જેને લઇને જમીન ખરીદનાર ખેડૂત દ્વારા નોંધ પાડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ કબ્જો કરનારે વાંધો ઉઠાવતા તકરાર ઉભી હતી. આ બાબતે જમીન ખરીદનાર દ્વારા ગેરકાયદે મકાન બનાવીને કબ્જો કરનાર શખ્સ સામે ચિલોડા પોલીસ મથકમા લેન્ડ ગ્રેબ્રિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મહિપતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (રહે, લેકાવાડા)એ ફરિયાદ નોંધાવી હતી કે, શિહોલીમોટીમા આવેલી સર્વે નંબર 220 વાળી જમીનને તે સમયે લેકાવાડામા રહેતા તખાજી શંકરજી ઠાકોરના બહેને વેચાણ આપવાની વાત કરી હતી. અમારે સંપર્ક હોવાથી જમીનને અમે 15 લાખ રૂપિયામા ખરીદી હતી. જેની કલેક્ટર કચેરીમાં 2011મા નોંધ પડી હતી. પરંતુ જમીનનો કબ્જો લેવા જતા શિહોલી મોટીમા રહેતા રાધેશ્યામ શંકરજી રામાજી ઠાકોર દ્વારા જમીન ઉપર કબ્જો કરવામા આવ્યો હતો.

જમીનમા ખેતી કરવામા પણ આવી રહી હતી. તે સમયે રાધેશ્યામ ઠાકોરે જમીન ગીરો લીધી હોવાની વાત કરી રેવન્યુ રેકર્ડમા તકરાર ઉભી કરી હતી અને નોંધ પ્રમાણિત થવા દેવામા આવી ન હતી. જમીનના મૂળ માલીકો પાસેથી 2011મા જમીન ખરીદી હોવા છતા કબ્જો છોડવામા આવ્યો ન હતો અને પ્રાંતમા કેસ દાખલ કરાયો હતો.

જ્યારે જમીનમા મકાન બનાવી દેવામા આવ્યુ છે, કલેક્ટર કચેરી દ્વારા મારી તરફેણમા હુકમ કર્યો હોવા છતા કબ્જો સોપવામા આવતો ન હતો. જેને લઇને ચિલોડા પોલીસ મથકમા રાધેશ્યામ ઠાકોર સામે લેન્ડગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામા આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.આ બનાવથી આ વિસ્તારમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...