તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલ ખસેડ્યાં:શંકરસિંહ વાઘેલાના પુત્રને નાગપંચમીની પૂર્વ રાત્રિએ કોલેજમાં ચાલતા હતા ત્યારે ‘કોબ્રા’એ દંશ દીધો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાનના પૂત્રને નાગપંચમીની પૂર્વ રાત્રીએ સાપે ડંશ દીધો હતો. માણસા રોડ ઉપર આવેલા બાપુ નોલેઝ વિલેઝમા રાત્રિના સમયે ચક્કર મારી રહ્યા હતા. દરમિયાન સાપે ડંશ મારતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામા આવ્યા હતા.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને માલપુર-મેઘરજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા વાસણ ગામ પાસે આવેલા બાપુ નોલેજ વિલેજ કેમ્પસમા રાત્રિના સમયે ચક્કર મારી રહ્યા હતા. તે સમયે એક સાપે ડંશ માર્યો હતો.

જેને લઇને તાત્કાલિક તેમને સારવાર અર્થે શહેરમા આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડંશ મારનાર સાપ ઝેરી કોબ્રા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.