બેઠક બદલી:શંકર ચૌધરી અને રમણ વોરાને જીતાડવા બેઠક બદલી આપી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપની પહેલી યાદીમાં 16 હારેલા ઉમેદવાર

ગુજરાત ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 160 નામ જાહેર કર્યાં છે, આ પૈકી દસમા ભાગના એટલે કે 16 ઉમેદવારો એવાં છે કે જે ગઇ ચૂંટણીમાં હારી ગયા હતા.ભાજપે આ હારેલા ઉમેદવારો પર દાવ લગાવીને તેમને ફરી ટિકિટ આપી છે, જ્યારે ભાજપે જીતે તે જ ઉમેદવારનો મંત્ર આ ચૂંટણીમાં અપનાવ્યો છે. તેની સામે એવાં 38 સિટીંગ ધારાસભ્યોને કાપી નાંખ્યા છે, જેઓ આંદોલનોની વિપરીત અસર વચ્ચે પણ માર્ગ કાઢીને જીતી ગયા હતા. જો કે આ 16 પૈકી માત્ર ચાર જ ઉમેદવારો એવાં છે કે જેઓ દસ હજાર કરતાં ઓછી લીડથી હાર્યાં હતાં જેથી તેમને ફરી એકવાર તક આપવાનું ભાજપે મુનાસીબ માન્યું હોય તેવું લાગે છે.
જો કે આ અમુક ઉમેદવારોને પણ 2017ના આંદોલનને કારણે જ હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના એક શિર્ષસ્થ નેતાના જણાવ્યા અનુસાર જે લોકોને કાપવામાં આવ્યા છે તેમની સામે એન્ટિ ઇન્કમ્બન્સી અને સ્થાનિક અન્ય સમીકરણોના ઘણાં મુદ્દા હતા. બાકી જેઓને હાર્યા છતાં ટિકિટ અપાઇ છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે બેઠક પર ભાજપને તેમના સિવાય અન્ય મજબૂત ચહેરાં મળ્યા નથી. આ સંજોગોમાં આ ચૂંટણીમાં પણ તેમની જીત સામે પ્રશ્નાર્થ રહેશે, પરંતુ તેમના બદલે સ્થાનિક સંગઠનને આધારે આ વૈતરણી પાર પાડવાનો પ્રયત્ન થશે.​​​​​​​
આ નેતાઓ હાર્યા છતાં ટિકિટ અપાઈ

​​​​​​​

ઉમેદવારબેઠક

કોંગ્રેસના વિજેતા

મત તફાવત
કાંતિ અમૃતિયામોરબીબ્રિજેશ મેરજા3.419
જીતુ સોમાણીવાંકાનેરજાવેદ પીરજાદા1,361
ચીમન શાપરિયાજામજોધપુરચિરાગ કોરડિયા2,518
ભગવાનજી કરગટિયામાંગરોળબાબુ વાજા13,914
હીરા સોલંકીરાજુલાઅંબરીષ ડેર12,719
ગૌતમ ચૌહાણતળાજાકનુ બારૈયા1,779
શંકર ચૌધરીવાવગેનીબેન ઠાકોર6,655
કેશાજી ચૌહાણદિયોદરશિવાભાઈ ભૂરિયા972
રમણલાલ વોરાદસાડાનૌશાદ સોલંકી3,728
પી સી બરંડાભિલોડાડો. અનિલ જોશિયારા12.417
ભીખુસિંહ પરમારમોડાસારાજેન્દ્રસિંહ ઠાકોર1,640
ભૂષણ ભટ્ટખાડિયાઇમરાન ખેડાવાળા29,339
કાળુ ડાભીધંધુકારાજેશ ગોહિલ5,920
યોગેશ પટેલઆણંદકાંતિ સોઢા પરમાર5,286
વિપુલ પટેલસોજિત્રાપૂનમ પરમાર2,388
કનૈયાલાલ કિશોરીદાહોદવજેસિંહ પણદા15,503

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...