છેતરપિંડી:હાઇકોર્ટના વકીલને સુરતના શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સે 4.10 લાખનો ચૂનો લગાવ્યો

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીએ માલદીવ્સ જવા માટેનું બુકિંગ કરાવ્યું હતું
  • નાણાં એકાઉન્ટ અને રોકડા આપ્યા બાદ બંટી બબલીએ હાથ ઉંચા કરી દીધા હતા

ધોળેશ્વર પાસે રહેતા અને હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા વકીલને સુરતના શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા બંટી બબલીએ 4.10 લાખનો ચૂનો લગાવ્યો છે. વકીલને માલદિવ્સ ફરવા જવાનુ હોવાથી બુકિંગ કરાવ્યુ હતુ. જેમા નાણાં બેંક એકાઉન્ટમા અને રોકડા જમા કરાવ્યા હતા. ત્યારબાદ પ્રવાસના સમયે બુકિંગ પણ કરાવ્યુ ન હતુ. જેને લઇને વકીલે નાણા પરત માગ્યા હતા, પરંતુ બંટી બલલી આપી ન શકતા વકીલે સુરતના ટ્રાવેલ્સ સંચાલક સામે ઇન્ફોસિટી પોલીસ મથકમા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

યશ ગીતેશભાઇ પટેલ (રહે, બાલમુકુંદ હાઇટ્સ, ધોળેશ્વર મૂળ રહે, દહેગામ) ગુજરાત હાઇકોર્ટમા વકીલાત કરે છે. તેમની સાથે હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા મિત્રે તેમને ફરવા જવાનુ કહેતા વકીલ અને તેમના મિત્ર મયંક સાંગાણીએ ગત સપ્ટેમ્બરમા શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો. ત્યારે લીના અમિત મહેતા અને અમિત મહેતા સાથે વાત થઇ હતી. તેમણે એક કપલ દીઠ 2.5 લાખ અને બે કપલના 4.10 લાખ ભાવ આપ્યો હતો. જેમા 5 રાત્રિ અને 6 દિવસ, સિલ્વર સ્કાય રૂપ, રહેવા જમવાની સુવિધા, હવાઇ મુસાફરી સહિતની સુવિધાઓની વાત કરી હતી.

વકીલે તેમની પત્ની, મિત્ર મયંક સાંગાણી અને તેના પત્નીના નામે બુકિંગ કરાવ્યુ હતુ. જેની રકમ 95 હજાર ગુગલ પેથી મોકલી આપી હતી. ત્યારબાદ 50 હજાર અને 45 હજાર મોકલતા માલદીવ્સથી જવા આવવાની જેટ એરલાઇન્સની 4 ટિકિટ મોકલી આપી હતી. ત્યારબાદ પુરી રકમ આપવાનુ કહ્યુ હતુ અને કહ્યુ કે પુરી રકમ ચૂકવો તો હોટલ બુક કરાવી શકાય. ત્યારબાદ બીજા દિવસે ફરીથી 95, 50 અને 45 હજાર રૂપિયા લીના શાહના ખાતામા બેવાર ટ્રાન્ઝેક્શન કર્યુ હતુ. ત્યારબાદ ફરીથી પુરા રૂપિયા આપો તો જ બુકીંગ થશે તેમ કહેતા 20 હજાર ગુગલ પેથી અને 2 લાખ રોકડા ચૂક્યા હતા.

બાદમા હોટલ બુકના વાઉચર વકીલને મોકલતા. જેમા તેમને શંકા જતા હોટલ, એરલાઇન્સમા કન્ફર્મ કરાતા કૌંભાડનો ભાંડો ફૂટતા વકીલે તેમણે ચૂકવેલા નાણા પરત માગવા છતા બહાના બતાવાતા હતા અને રૂપિયા પરત કરાતા ન હતા. ત્યારે લીના શાહ અને તેમના પતિ અમિત મહેતા (બંને રહે, સત્યમ એપાર્ટમેન્ટ, હેતલનગર, સુરત) સામે 4.10 લાખની છેતરપિંડીની ફરિયાદ થતા તપાસ શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...