રોષ:સે-5C ખાતે ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત થયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસમાં નિરાકરણ ન આવે તો પાટનગર યોજનાની કચેરીએ હલ્લા બોલની ચીમકી

શહેરમાં સેક્ટર-5 સીના વિસ્તારમાં જાહેરા રોડ પરની ગટરો ચોકઅપ થઈ જતાં નાગરિકો પરેશાન થઈ ગયા છે. જે અંગે સ્થાનિકો સેકટર-3 સુવિધા કચેરી ખાતે ફરિયાદો કરવા છતાં કાયમી ઉકેલ ન આવતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે સેક્ટર-5 વસાહત મંડળના કેશરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા અઠવાડિયાથી વિસ્તારના વસાહતીઓ ગટરો ઉભરાવવાને કારણે ગંદકી અને દુર્ગંધનો સામનો કરી રહ્યાં છે.

જાહેર રોડની ગટરો ચોકઅપ થઈ હોવાથી લોકોના ઘરોમાં ગટરના પાણી બેક માટે છે. લેખિત ફરિયાદો કરવા છતાં એક અઠવાડિયા જેટલો સમય થવા છતાં તંત્ર દ્વારા નિરાકરણ લવાયું નથી. ચૂંટાયેલા કોર્પોરેટર્સનું પણ ધ્યાન દોરવા છતાં વસાહતીઓની ફરિયાદોના નિરાકરણ લાવવા માટે કોઈ રસ દાખવવામાં આવતો નથી. જોકે આ પ્રશ્નનું બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો સેકટર-5ના રહીશો દ્વારા સેકટર-16 પાટનગર યોજના વિભાગની કચેરી ખાતે ધરણાં હલ્લાબોલ કરાશે.’ ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...