કાર્યક્રમ:ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ વિભાગની 1519 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

મનપા વિસ્તારનો સેવાસેતુનો કાર્યક્રમ વોર્ડ નંબર-4માં યોજવામાં આવ્યો હતો. તેમાં વિવિધ વિભાગની કામગીરી માટે વોર્ડના અંદાજે 4000 જેટલા લોકો આવ્યા હતા. તેઓએ વિવિધ યોજનાના લાભ માટે 1519 અરજીઓ કરી હતી. તમામ અરજીઓનો સેવાસેતુ કાર્યક્રમમાં જ નિકાલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં રહેતા લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘરે બેઠા અને ઝડપી મળે તે માટે સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર-4નો સેવાસેતુનો કાર્યક્રમ સવારે 9થી 5 કલાક દરમિયાન, મહાકાળી માતાજી મંદિર, પાલજ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભ માટે વોર્ડમાં રહેતા તેમજ આસપાસના અન્ય વોર્ડના પણ 4000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. તેઓએ રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓના લાભ માટે 1519 અરજીઓ કરી હતી.

આથી સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન જ તમામ નિયત નિયમોનુંસાર તમામ અરજીઓના લાભાર્થીઓને લાભ આપ્યા હતા. આથી તમામ અરજીઓનો સેવાસેતુ કાર્યક્રમમાં જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેશ મકવાણા, કાઉન્સિલર જસપાલસિંહ બિહોલા, દક્ષાબેન ઠાકોર તેમજ ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ ઋચીર ભટ્ટ, મહામંત્રી ગૌરાંગ પટેલે સેવાસેતુ કાર્યક્રમના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત સ્ટોલની કામગીરી અંગેની જાણકારી પણ મેળવી હતી. સેવાસેતુમાં મફત કાનુની સહાય કૃષિ પ્રદર્શનમાં સ્ટોલ બનાવવામાં આવ્યો હતો. સેવાસેતુમાં ચૂંટણી કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડની સુવિધા પૂરી પાડવામાં આવતા અનેક લોકોએ તેનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...