તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન અભિયાન:રાજ્યપાલની ઉપસ્થિતિમાં રાજભવન દ્વારા1 લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિર્યસ માટે સેવાયજ્ઞ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન દ્વારા એક લાખ કોરોના વોરિયર્સને કીટ પહોંચાડવાના જન અભિયાન “કોરોના સેવાયજ્ઞ” યોજાયો હતો. આ પ્રસંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કોરોના સામેના જંગમાં 130 કરોડ દેશવાસીઓની જનશક્તિના સમર્થનથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને મોટી તાકાત મળી છે.

આ સેવાયજ્ઞનું સમાપન એ અલ્પ વિરામ છે, ઉપરાંત નિરંતર જનસેવાના ભાગરૂપે યુવાનો 100 ટકા રસીકરણના કેન્દ્ર સરકારાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા પુરુષાર્થ કરે. તેમણે દિવાળીના તહેવારો સુધી દેશભરના ગરીબ-જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક 5 કિલો અનાજ આપવાની યોજનાને જન-જન સુધી પહોંચાડવા યુવાનોને અનુરોધ પણ કર્યો હતો. તો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ સુધી જીવન જરૂરી ચીજ-વસ્તુઓ પહોંચાડીને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસોની પણ માહિતી આપી હતી

અન્ય સમાચારો પણ છે...