વ્યક્તિગત રજુઆતો સ્વીકારશે:સેક્ટર-24માં આવતીકાલે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન, સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં સવારે 9થી 2 અરજી સ્વીકારાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર મહાનગરપાલિકા આવતીકાલે એટલે કે 4 જૂન શનિવારના રોજ સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ સેક્ટર 24 ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં 9થી 2 કલાક દરમિયાન અરજદારો પાસેથી રજૂઆત અને તેના પુરાવા મેળવવામાં આવશે. આ રજૂઆતો અને અરજીઓના નિકાલની કામગીરી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન અરજદારોને તેમણે કરેલી રજૂઆતોના આખરી નિકાલની જાણ કરાશે.

જેમાં આધાર કાર્ડ, નવું બેંક ખાતું ખોલાવવું, રાશન કાર્ડ, આવક, જાતિ, ઈ.ડબ્લ્યુ. એસ પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર, ડોમિસાઈલ વગેરે પ્રમાણપત્રને લગતી અરજીઓ, કુંવરબાઇનું મામેરું, ફ્રી શીપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, મેડીકલ ઓફિસર દ્વારા ઉમરનો દાખલો, હેલ્થ વેલનેસ કાર્ડ, કસ્તુરબા પોષણ સહાય યોજના, ઘરેલું નવા વીજ જોડાણની અરજીઓ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજનાને લગતી વ્યક્તિગત રજુઆતો સ્વીકારશે.

અન્ય સમાચારો પણ છે...