તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનસેવા કેન્દ્રમાં સર્વર ઠપ:ચૂંટણીકાર્ડ માટે આવતા અરજદારોને ધરમધક્કા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના જનસેવા કેન્દ્રમાં વારંવાર ઠપ થઈ જતા સર્વરને પગલે કામગીરી પર અસર થતા અનેક અરજદારોને મુશ્કેલી પડી રહી છે. - Divya Bhaskar
શહેરના જનસેવા કેન્દ્રમાં વારંવાર ઠપ થઈ જતા સર્વરને પગલે કામગીરી પર અસર થતા અનેક અરજદારોને મુશ્કેલી પડી રહી છે.
 • લાઈનમાં કલાકો સુધી રાહ જોવાની ફરજ પડતા ભારે નિરાશા

આગામી સમયમાં તાલુકા પંચાયતથી લઈને મહાનગર પાલિકા અને પાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ચૂંટણીમાં મતદાર યાદી આખરી થાય તે પહેલાં મતદાર ઓળખ કાર્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવા મતદાર ઓળખ કાર્ડ લેવા માગતા કે તેમાં ફેરફાર કરાવવા માગતા નાગરિકો માટે કલેક્ટર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં સુવિધા ઊભી કરવામાં આવી છે. જોકે અરજદારોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસથી મતદાર ઓળખ કાર્ડની કામગીરી માટે ધરમધક્કા થઈ રહ્યાં છે.

જેમાં મોટાભાગે સર્વર ઠપ હોવાને કારણે કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદા અરજદારોને થોડા દિવસ પછી આવવા કહેવાયા છે. અનેક દિવસો સુધી આ ધક્કા ખાઈને કંટાળેલા અરજદારોએ આ મામલે વિરોધ નોંધાવતા સર્વર ઠપ હોવાનું લખાણ મૂકી દેવાયું હતું. કર્મચારી ફરજ પર હાજર હોય છે, પરંતુ સર્વર ઠપ હોવાના કારણે તેઓ કામગીરી કરી શકતા નથી તથા અરજદારોએ ધક્કા ખાવા પડે છે.

મતદારોની સુવિધા માટે શરૂ કરાયેલી કામગીરીના પગલે અડચણો ઊભી થઈ રહી છે ત્યારે જૂની પ્રથા મુજબ મતદાર ઓળખ કાર્ડને લગતી કામગીરી હાથ ધરવી જોઈએ તેવી અરજદારોની માંગણી છે.એક તરફ સરકાર તરફથી નવા મતદારોને સમયસર ચૂટણીકાર્ડ મેળવી લેવા અપીલ કરે છે ત્યારે બીજી તરફ આવી સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો