તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:GMCના સેનેટરી ઈન્સ્પેક્ટરની અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી ઈન્સ્પેક્ટરે આ અંગે મ્યુ. કમિશનરને લેખિતમાં રજૂઆત
  • અરજીમાં જાતિવિષયક શબ્દો બોલીને નીચે ફેંદી દેવાની ધમકીની રાવ કરાઈ

ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઈન્સ્પેક્ટરે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત કરતાં ખડભડાટ મચી ગયો છે. સેનેટરી ઈન્સ્પેક્ટર શૈલેષકુમાર સોમચંદ્રને આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમની સંતોષકારક 6 વર્ષ અને 6 મહિનાની નોકરી છતાં તેમના 3 ઈજાફા, ફિક્સ પગાર તથા હિન્દી પરીક્ષા પાસ કરેલ તે વચ્ચેનો પગારનો તફાવત અને 2 વર્ષનું એરિર્સ રોકી રખાયું છે.

પોતાના સાથે થયેલા અન્યાય સામે તેઓ વહીવટી અધિકારી અમિત સિંધાઈને રજૂઆત કરવા ગયા હતા. તેમના દાવા પ્રમાણે આ સમયે હિસાબી અધિકારી એ.એમ.વ્હોરા આવ્યા હતા. આ સમયે વહીવટી અધિકારીએ ગુસ્સામાં જાતિવિષયક શબ્દો બોલ્યા હતા અને હિસાબી અધિકારીએ ‘તું તેના જ લાયક છે’ પણ જાતિ વિષયક શબ્દો બોલ્યા હોવાનો દાવો અરજીકર્તાએ કર્યો છે. આ સાથે બંને અધિકારીઓએ ગેટ આઉટ કહીં ઉપરથી નીચે ફેંક દેવાની ધમકી આપી હતી. ખોટી રીતે હેરાનગતીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ સેનેટરી ઈન્સ્પેક્ટરે કર્યો છે.

ત્યારે આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી. સી. દવેએ કહ્યું હતું કે, ‘આક્ષેપો પાયાવિહોણા છે, કોઈની ખોટી હેરાનગતિ કરાઈ નથી. નિયમો મુજબ કામગીરી અને કાર્યવાહી થયેલી છે.સમગ્ર મુદ્દે વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળે પણ ઝંપલાવ્યું છે તેઓ દ્વારા પણ મ્યુનિસિપલ કમિશરને રજૂઆત કરાઈ છે.

જેમાં લખાયું છે કે હિસાબી અધિકારી અબ્દુલ વ્હોરા દ્વારા શૈલેષકુમાર સોમચંદ્રનને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલીને હેરાનગતિ કરીને આર્થિક લાભો રોકવામાં આવ્યા છે. તેમના દ્વારા રજૂઆતને 20 દિવસનો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી જેથી આ અંગે યોગ્ય પગલાં લઈને કાર્યવાહી નહીં થાય તો વીએચપીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...