આયોજન:જિલ્લા પંચાયતની 28 બેઠકો પર ફરશે આત્મનિર્ભર ગ્રામયાત્રા રથ, જિલ્લામાં 18થી 20 નવેમ્બર સુધી રથ ફેરવાશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીટનાં મહત્ત્વનાં ગામોની પસંદગી કરીને તેમાં ગ્રામજનોને સરકારની યોજનાની જાણકારી આપશે

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓથી ગામડાના લોકોને વાકેફ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા જિલ્લાની 28 બેઠકોના નિયત કરેલા ગામોમાં તારીખ 18મીથી તારીખ 20મી એમ ત્રણ દિવસ ફરશે. રથ ગામોમાં દિવસના આઠ કલાક ફરશે.ગ્રામ પંચાયતોની મુદત ડિસેમ્બર, 2021 માસમાં પૂર્ણ થાય છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો ચાલુ માસના છેલ્લા સપ્તાહમાં પ્રસિદ્ધ થાય તેવી શક્યતા રહેલી છે.

આથી ગ્રામ પંચાયતોમાં પણ પોતાની વિચારધારાવાળા સરપંચો સત્તાનાં સૂત્રો સંભાળે તો તેના આધારે આગામી વિધાનસભા-2022ની ચૂંટણી જીતવાનો માર્ગ સરળ કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી હોય તેમ રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન તારીખ 18થી 20મી સુધી કરવામાં આવ્યું છે. આ રથયાત્રા ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ-28 બેઠકોના અંદાજે 150થી વધુ ગામોમાં રથ ફરશે. જે ગામમાં રથ પહોંચશે ત્યાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી ગ્રામજનોને વાકેફ કરાશે.

દરેક યોજનાની માહિતી દર્શાવતા વિડિયો અને ક્લીપ બતાવાશે. ઉપરાંત કૃષિ, પશુપાલન, મનરેગા યોજનાના ખાતમુર્હત કરવામાં આવશે. વધુમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગેની જાણકારી ગ્રામજનોને આપીને પોતાનું ગામ સ્વચ્છ બનાવવા અપિલ કરવામાં આવશે. રથમાં વર્ગ-2ના અધિકારીની નોડેલ અધિકારી અને વર્ગ-3ના કર્મચારીની મદદનીશ રથ નોડેલ અધિકારીની નિમણુંક કરવાની રહેશે. રથનું રાત્રી રોકાણ કમ્પાઉન્ડ વોલની સાથે સાથે ઝાંપો અને તાળુ મારવા સહિતની તકેદારી રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...