સંગ્રામ પંચાયત 2021:ગ્રામ પંચાયત ચૂંટણી માટે અધિકારી અને મદદનીશ અધિકારીની વરણી

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 179 ગ્રામ પંચાયત માટે જવાબદારી સોંપાઇ

જિલ્લાની 179 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચુંટણીની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણુંક કરાઈ છે. આ કામગીરીમાં કુલ 46 કર્મચારીને કામગીરી સોંપવામાં આવી છે. ચુંટણીની તારીખ જાહેર થતાં જ જિલ્લાતંત્ર હરકતમાં આવ્યું છે.

ઉપરાંત ગ્રામ પંચાયતની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ચારેય તાલુકાની તાલુકા પંચાયતના કુલ-46 કર્મચારીઓને ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની કામગીરી સોંપવામાં આવી છે. તેમાં ગાંધીનગર તાલુકાના કુલ-54 ગામો માટે 14 ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારી, દહેગામ તાલુકાના કુલ-84 ગામો માટે 14 ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની વરણી કરાઈ છે. જ્યારે માણસા તાલુકાના 30 ગામો માટે 7 ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારી તેમજ કલોલ તાલુકાના 11 ગામો માટે 11 ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની નિમણુંક કરાઈ છે. આ અધિકારીઓને કયા ગ્રામ પંચાયતમાં ચુંટણીની કામગીરી શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવા સહિતની કામગીરી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...