પાઇલોટ પ્રોજેક્ટ:રાજયના ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત ધારકોને મિલ્કત કાર્ડ તૈયાર કરી આપવા માટે સ્વામિત્વ યોજનાના પાઇલોટ પ્રોજેક્ટ માટે ગાંધીનગરની પસંદગી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લાના 18 ગામોને પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે
  • ગાંધીનગર તાલુકાના પાંચ ગામમાં તા. 24મી ઓગસ્ટથી ડ્રોનથી સર્વેની કામગીરીનો આરંભ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત ધારકોને મિલ્કત કાર્ડ તૈયાર કરી આપવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. આ યોજના માટે ગાંધીનગર જિલ્લાની પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ યોજનાના સુચારું આયોજન અર્થે આગામી તા. 24મી ઓગસ્ટના રોજથી ગાંધીનગર તાલુકાના પાંચ ગામોમાં ડ્રોન દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.

ભારત સરકારના પંચાયતરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા મિલકતોની માપણી કરવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ભારત- રાજય સરકાર માટે સરવે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ અને મહેસુલ વિભાગના સંયુક્ત રીતે કામ કરશે. આ યોજનાના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લાને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

આ પાઇલોટ પ્રોજેકેટના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, પ્રાંત અધિકારી, જિલ્લા નોંધણી નિરીક્ષક, નાયબ નિયામક, જમીન દફતર/ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડજ, તાલુકા વિકાસ અધિકારી, ડિસ્ટ્રીક્ટ ઇન્ફોમેટિકસ ઓફિસર અને સરવે ઓફ ઇન્ડિયાની કમિટી બનાવવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાને આ યોજના પાઇલોટ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી છે. આ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કુલ- 18 ગામોનો સર્વે કરવામાં આવશે. હાલમાં ગાંધીનગર તાલુકાના રાજપુરા, મુબારકપુરા, પીંઢારડા, માધવગઢ અને જાખારો ગામમાં ડ્રોનથી સરવેની કામગીરી કરવામાં આવશે. હાલમાં સર્વેની કામગીરી માટે ચૂના માર્કીંગની કામગીરી આ પાંચ ગામમાં ચાલુ છે. જેમાં તા. 24મી ઓગસ્ટથી આ પાંચ ગામમાં આ કામગીરીનો આરંભ કરવામાં આવશે.

જાખોરા ગામમાં શરૂ થતી પાઇલોટ પ્રોજેક્ટની કામગીરીના સુચારું આયોજન અર્થે કલેકટરના માર્ગદર્શન હેઠળ સુપ્રિન્ટેન્ડેટ ઓફ લેન્ડ રેકર્ડઝના અધ્યક્ષ સ્થાને આજરોજ બેઠક યોજાઇ હતી. જેમાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રોનથી સરવેની કામગીરી માટે ગામમાં ગામ સભા પણ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની રહેણાંક જમીનનું માપન ડ્રોન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે. જે સર્વેક્ષણ અને માપણીની નવીનતમ ટેકનીક છે. ગામતળમાં આવતી દરેક મિલકતને ડ્રોનથી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ મેપ કરવામાં આવશે. દરેક ધરના પ્રોપર્ટી કાર્ડ સચોટ માપનના આધારે બનાવવામાં આવશે. આ કામગીરી દરમ્યાન ખાનગી મકાનો, છાપરાઓ અને ખુલ્લી જગ્યાઓ પર ચૂનો લગાવવામાં આવશે.

આ યોજના થકી ગ્રામીણ નાગરિકોને સંપત્તિના માલિકને માલિકીના હક્કો મળશે. માલિકી ગ્રામજનોને તેમની સંપત્તિના આર્થિક ઉપયોગ માટે લોન લેવામાં સક્ષમ બનાવશે. ગામના રહેણાંક વિસ્તારના રેકોર્ડ પંચાયતોને પુરા પાડવામાં આવશે. સ્પષ્ટ આકારણી અને મિલકતની માલિકીના નિર્ધારને કારણે, તેમનું મૂલ્ય પણ વધશે. આ યોજના થકી પંચાયતો દ્વારા સંપત્તિને કરવેરાની હેઠળ લાવવા અને કર વસૂલવાનું શક્ય બનશે.

આ આવકથી પંચાયતો ગ્રામીણ નાગરિકોને વધુ સારી સુવિધા પૂરી પાડી શકશે. ડ્રોનના ઉપયોગથી સચોટ નકશા અને ગામના રેકોર્ડ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ થશે. આ રેકાર્ડનો ઉપયોગ પુનપ્રાપ્તિ, મકાન બાંધકામ માટેની પરવાનગી આપવા, ગેરકાયદેસર વ્યવસાયને દૂર કરવા વગેરે માટે થઇ શકશે.

તાલુકાના જાખોરા, સહિત 5 ગામમાં આજથી માર્કિંગ પ્રક્રિયા હાથ ધરાશે
જિલ્લાના કુલ-18 ગામોનો સર્વે કરાશે. રાજપુરા, મુબારકપુરા, પીંઢારડા, માધવગઢ અને જાખાેરામાં ડ્રોનથી સરવેની કામગીરી કરવામાં આવશે. સર્વેની કામગીરી માટે ચૂના માર્કીંગની કામગીરી આ પાંચ ગામમાં ચાલુ કરાશે. 24 ઓગસ્ટથી સરવેની કામગીરીનો આરંભ કરાશે. જાખોરામાં પ્રોજેક્ટની કામગીરીના સુચારું આયોજન અર્થે સુપ્રિન્ટેન્ડેટ ઓફ લેન્ડ રેકર્ડઝના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે બેઠક યોજાઇ હતી.

ગામડાંની દરેક પ્રોપર્ટીનો ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવશે
સરવે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવિઝડ ટેક્નોલોજી ઈન વિલેજ એરિયા (સ્વામિત્વ) યોજના હેઠળ ગામડાંઓની આવાસીય જમીનની માપણી ડ્રોનથી થશે. ગામડાની સરહદની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નક્શો તૈયાર કરાશે. સાથે જ રેવન્યૂ બ્લોકની સીમા પણ નક્કી થશે. એટલે કે કયું ઘર કેટલા વિસ્તારમાં છે, તે ડ્રોન ટેક્નોલોજીથી સટીકતાથી માપી શકાશે. ગામડાંના દરેક ઘરનું પ્રોપર્ટી કાર્ડ રાજ્ય સરકાર બનાવડાવશે.

પ્રોપર્ટી કાર્ડના આધારે ગ્રામીણોને સંપતિના માલિકી હક્કો મળશે
પ્રોપર્ટી કાર્ડના આધારે ગ્રામીણ નાગરિકોને સંપત્તિના માલિકી હક્કો મળશે. ગામના રહેણાંક વિસ્તારના રેકોર્ડ પંચાયતોને પુરા પાડવામાં આવશે. સ્પષ્ટ આકારણી અને મિલકતની માલિકીના નિર્ધારને કારણે, તેમનું મૂલ્ય પણ વધશે. યોજનાથી પંચાયતો દ્વારા સંપત્તિને કરવેરા હેઠળ લાવવા અને કર વસૂલવાનું શક્ય બનશે. ડ્રોનના ઉપયોગથી સચોટ નકશા અને ગામનાં રેકોર્ડ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...