રજૂઆત:એસટી નિગમના વર્ગ-3 અને 4ના કર્મીઓને હંગામી બઢતી આપવા માગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાલ જગ્યાઓ પર ભરતી કરવા એસ ટી મઝદુર મહાસંઘની રજૂઆત

એસ ટી નિગમના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને હંગામી બઢતી આપવાની માંગણી કર્મચારીઓમાં ઉઠવા પામી છે. જોકે નિગમમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાથી વહિવટી સહિતની કામગીરી ઉપર અસર થઇ રહી છે. તો ખાતાકિય બઢતીવાળી જગ્યાઓને નિયમિત બઢતીથી ભરવાની માંગણી સાથે ગુજરાત એસ ટી મઝદુર મહાસંઘે રજૂઆત કરી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અનેક જગ્યાઓ બઢતીના કારણે ખાલી પડી રહી છે. જેની સીધી અસર નિગમની કામગીરી ઉપર પડી રહી હોવાથી આવી જગ્યાઓને તાકિદે ભરવામાં આવે તેવી કર્મચારીઓમાં માંગ ઉઠવા પામી છે. જોકે નિગમ દ્વારા તાજેતરમાં જ વર્ગ-1ના અધિકારીઓની સીધી ભરતી કરવામાં આવી હતી. તેમ છતાં અનેક જગ્યાઓ ખાલી રહેતા ત્યાં હંગામી બઢતીથી જગ્યાઓ ભરવામાં આવી છે.

ત્યારે નિગમના જીએસઓ-503/59 માં સીધી ભરતીના ઉમેદવારો ઉપલબ્ધ થાય નહી ત્યાં સુધીમાં ફરજ ઉપરના કર્મચારીઓને હંગામી બઢતી આપવામાં આવે તેવી માંગણી કર્મચારીઓમાં ઉઠવા પામી છે. નિગમના વર્ગ-3 અને વર્ગ-4ની કક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને જેઓને ઉપલી કક્ષાની ખાતાકિય પરીક્ષા પાસ કરેલી છે. ઉપરાંત લાયકાત ધરાવતા હોય તેવા કર્મચારીઓને સીધી ભરતીની ખાલી જગ્યાઓ સામે જીએસઓ-503/59ની જોગવાઇ મુજબ હંગામી બઢતી આપવામાં આવે તો કચેરીની કામગીરીમાં સરળતા રહે તેવી ચર્ચા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...