તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સે-22 વાસ્તુનિર્માણ સોસાયટીમાં ગટરની સમસ્યાના ઉકેલની માંગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સે-22 વાસ્તુ નિર્માણ સોસાયટી ખાતે ગટરની સમસ્યા લાંબા સમયથી છે, જેને પગલે આપ દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે પાટનગર યોજના વિભાગમાં રજૂઆત કરાઈ છે. રજૂઆત મુજબ સોસાયટીમાં ગટરની સમસ્યાને પગલે સુવિધા કેન્દ્રમાં અવાર-નવાર ફરિયાદ કરાય છે. જેમાં સ્ટાફ દ્વારા લોકલ કામગીરી કરી હંગામી ઉકેલ લાવી દેવાઈ છે.

પરંતુ તેનો કાયમી કે સચોટ ઉકેલ કરાતો નથી. સુવિધા કેન્દ્રના સ્ટાફ દ્વારા કાયમી ઉકેલ લાવી ન શકતાં હોવાથી હવે પાટનગર યોજના વિભાગ દ્વારા તેનો ઉકેલ લાવવા રજૂઆત સાથે માંગ કરાઈ છે. સ્થાનિકોની સમસ્યાને જોતા ગટરની સમસ્યાનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...