નારાજગી:ગુસ્સો જોઈને ભાજપે કમલમના ગેટ બંધ કર્યા, કોંગ્રેસમાં ‘ભરતસિંહ ચોર છે...’ નારા લાગ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર અને વિજાપુરના નેતાઓની લોબિંંગ કરવા માટે કમલમમાં અવરજવર યથાવત
  • ભાજપ કાર્યાલયમાં હોબાળો, કોંગ્રેસ ભવનમાં તોડફોડ

ટિકિટ ફાળવણીને લઇને ભાજપમાં નેતાઓ અને કાર્યકરોની નારાજગી સપાટી પર આવી રહી છે. સોમવારે પાટણ અને બાયડના બે હજાર જેટલા કાર્યકરોએ કમલમ ખાતે હલ્લો બોલાવ્યો હતો. કાર્યકરોના હોબાળાને પગલે કમલમના દરવાજા બંધ કરી દેવા પડ્યા હતા અને ગેટ પર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.

પાટણમાં ભાજપના ઉમેદવાર તરીકે રાજુલ દેસાઇના નામને કારણે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કાર્યકરોએ કે.સી.પટેલ અથવા રણછોડ રબારી કે અન્ય કોઇપણ સ્થાનિક નેતાને ટીકિટ આપવાની માંગણી કરી હતી. બીજીતરફ બાયડમાં અલ્પેશ ઠાકોરના સાથીદાર ધવલ ઝાલાને ટિકિટ નહીં મળતા તેમના સમર્થકો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં કમલમ ખાતે ઉમટી પડ્યા હતા. ના

રાજ કાર્યકરોની સંખ્યા એટલી મોટી હતી કે પાર્ટીના નેતાઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. આ કાર્યકરો સાંજ સુધી કમલમ પાસે રોકાયા હતા.અમારા કામ થાય એ માટે સ્થાનિક ઉમેદવારો જ જોઇએ કમલમમાં આવેલા કાર્યકરોનો રોષ ખાળવા માટે નેતાઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા કે પાર્ટીના હાથ મજબૂત કરવા માટે પાર્ટીના નિર્ણય સાથે સંમત થઇને જે ઉમેદવાર નક્કી થાય તેના માટે કામ કરવું જોઇએ. જેના સામે કાર્યકરોએ પણ નેતાઓને રોકડું પરખાવ્યું હતું કે અમારા કામ કરે તેવા સ્થાનિક ઉમેદવારો જ જોઇએ. બહારના ઉમેદવારો તો પછી વિસ્તારમાં દેખાતા જ નથી.

હોબાળો રોકવા કમલમમાં ડીજે વગાડવાનું ચાલું કરી દેવાયું
કમલમ ખાતે એકત્ર થયેલા નારાજ કાર્યકરોને સમજાવીને પાછળના ભાગમાં આવેલા ગાર્ડન પાસે લઇ જવામાં આવ્યા હતા. પણ કાર્યકરો સાંજ સુધી ત્યાં જ બેસી રહ્યા હતા અને સૂત્રોચ્ચારો ચાલું રાખ્યા હતા. તેમનો હોબાળો રોકવા માટે કમલમમાં ડીજે વગાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...