ગાંધીનગર શહેરમાં 1થી 30 સેક્ટરમાં શુક્રવારે પાણી આવશે નહીં. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નભોઈ, સરિતા અને ચરેડી હેડવર્કસ ખાતે પુરચુરણ રિપેરિંગ કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાફ સફાઈ તથા ભૂગર્ભ સંપની સાફ સફાઈની કામગીરી કરવામાં આવશે. જેને પગલે આવીકાલે 6 જાન્યુઆરીના રોજ શહેરમાં સેક્ટર-1થી 30માં પાણી પુરવઠો વિતરણ કરી શકાશે નહીં. ત્યારબાદ રાબેતા મુજબ પાણી પુરવઠાનું વિતરણ કરવામાં આવશે. પાણીની વિતરણની કામગીરી કરતાં પાટનગર યોજના વિભાગ-3ના કાર્યપાલક ઈજનેર દ્વારા શહેરના નાગરિકોને આ અંગેની નોંધ લઈને સહકાર આપવા કહ્યું છે.
પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાગરિકોને યોગ્ય રીતે પાણી મળી રહે અને કોઈ મોટી મુશ્કેલી ન સર્જાય તે માટે નાના-મોટી કામગીરી આવતીકાલે કરાશે. જેમાં નભોઈ પમ્પિંગ સ્ટેશનની નાની-મોટી મશીનરીની સફાઈ અને રિપેરિંગ કામ કરાશે. નર્મદા કેનાલમાં સંપમાં આવતા પાણીને અનુલક્ષીને સમયાંતરે તેની સફાઈની જરૂર પડે છે, જેને પગલે આવતીકાલે સંપની પણ સફાઈ કરાશે.
ઉનાળામાં જ્યારે પાણીનો વપરાશન વધે છે ત્યારે તેવા સમયે આ પ્રકારની કામગીરી કરાય તો નાગરિકોને વધુ મુશ્કેલી પડે. જેને પગલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાગરિકોની સુવિધા માટે આવતીકાલે જ બધી કામગીરી કરાશે. કામગીરીને લઈને આજે શટડાઉન એટલે કે પાણીનો સપ્લાય બંધ કરવાની ફરજ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.