કામગીરી:સેક્ટર-3માં કામદારને ગટરમાં ઉતારાયો, 5 માસમાં ત્રીજી ઘટના

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરમાં ઉતરવાની ના પાડે તો કાઢી મૂકવાની ધમકી અપાય છે
  • ઓગસ્ટમાં સે-7, નવેમ્બરમાં સે-24 બાદ નવા વર્ષે સે-3 બીનો બનાવ

ગાંધીનગરના સેક્ટર-3 બી વિસ્તારની ગટરમાં કામદારને ઉતારાયો હતો. પાટનગરમાં આદતથી મજબૂર એજન્સી દ્વારા 5 મહિનામાં ત્રીજી વખત આ પ્રકારે નિયમોનો ઉલાળીયો કર્યો છે. ઓગસ્ટ-2021માં સેક્ટર-7 ખાતે કામદારને ગટરમાં ઉતારાયો હતો. જે બાદ નવેમ્બરની આસપાસ સેક્ટર-24ના વિસ્તારમાં કામદારને ગટરમાં ઉતારવામાં આવ્યો હતો.

ત્યારે હવે સેક્ટર-3 બી ખાતે આ ત્રીજી ઘટના સામે આવી છે. કામદારો દ્વારા જો ગટરમાં ઉતરવાની ના પાડે તો એજન્સી દ્વારા કાઢી મુકવાની ધમકી અપાતી હોવાનો કામદારોનો આક્ષેપ છે. આ અંગે પાટનગર યોજના વિભાગે જણાવ્યુ કે, તંત્ર દ્વારા દે વારંવાર એજન્સીને ટકોર કરવા અને નોટિસો આપવા છતાં નિયમોનો ભંગ ચાલુ રહે છે. જેને પગલે કાયદાનો સહારો લેવાની તૈયારી કરી હોવાનું કહેવાય છે.

જવાબદારો સામે ગુનો નોંધી ધરપકડ કરો: જિગ્નેશ મેવાણી
આ સમગ્ર મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી કરાઈ છે. જેમાં જિગ્નેશ મેવાણીએ સેક્ટર-3 બી નવરાત્રિ ચોક પાસેની ઘટનામાં ગુનો નોંધીને તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી છે. ધારાસભ્ય દ્વારા પાટનગરના જવાબદાર અધિકારીઓને ફોન કરીને પગલાં લેવા માટે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...