તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મનપા વિસ્તારમાં સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટરમાં સૌથી વધુ 26024 વેક્સિનેશનની કામગીરી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેક્સિનેશન માટે મનપા વિસ્તારોમાં 59 સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા
  • સૌથી ઓછુ વેક્સિનેશન સેક્ટર-22ની સરકારી ડિસ્પેન્સરીમાં માત્ર 26 લાભાર્થીએ વેક્સિન લીધી

મનપા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી છેલ્લા સાડા પાંચ મહિનાથી ચાલી રહી છે. તેમાં સૌથી વધુ 26024 લોકોએ સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટરમાં લીધી છે. જ્યારે ઓછી વેક્સિન માત્ર 26 વ્યક્તિઓએ સેક્ટર-22ના સરકારી દવાખાનામાં લોકોએ લીધી છે. ગાંધીનગર મનપા વિસ્તારમાં કુલ-312526 લોકોએ વેક્સિન લીધી છે. તેમાં પ્રથમ ડોઝ 246697 અને બીજો ડોઝ 65829 લોકોએ લીધી છે. તેમાંથી 178152 પુરૂષો અને 134314 મહિલાઓએ વેક્સિનનો ડોઝ લીધો છે. જ્યારે તેમાંથી કોવિશિલ્ડ વેક્સિન 275576 અને કોવેક્સિન 36950 લાભાર્થીઓએ લીધી છે.

આ ઉપરાંત 60 વર્ષથી મોટી ઉંમરના 48704, 45 વર્ષથી 60 વર્ષના 70835 અને 18 વર્ષથી 44 વર્ષ સુધીના 192987 લાભાર્થીઓએ વેક્સિનનો ડોઝ લીધો છે. વેક્સિનના ડોઝ મનપાવાસીઓને સરળતાથી મળી શકે તે માટે અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટરોના સરકારી દવાખાના, સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, શોપિંગ સેન્ટરો, સિવિલ હોસ્પિટલ, ધાર્મિક સ્થાનો સહિતના સ્થળોએ સેન્ટરો ઉભા કરાયા હતા. અત્યાર સુધી વેક્સિન માટે મનપા વિસ્તારોમાં 59 સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા.

જોકે તબક્કાવાર વેક્સિનનો ડોઝ ઓછા આપતા વેક્સિનેશન સેન્ટરો ઘટાડીને અર્બન હેલ્થ સેન્ટરો પુરતા સમિતિ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે સૌથી વધુ વેક્સિનેશન સેક્ટર-2ના અર્બન હેલ્થ સેન્ટરમાં કુલ 26024 લાભાર્થીઓને આપી છે. તેમાં 17109 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 8915 લાભાર્થીઓને બીજો ડોઝ આપ્યો છે. જ્યારે સૌથી ઓછા ડોઝ સેક્ટર-22ના સરકારી દવાખાનામાં માત્ર 26 લાભાર્થીઓને આપી છે. તેમાં પ્રથમ ડોઝ 20 અને બીજો ડોઝ 6 લાભાર્થીઓએ લીધો છે.

મનપા વિસ્તારના 10 સેન્ટરોમાં વેક્સિનેશનની કામગીરી બે હજારની અંદર થઈ છે. તેમાં કોલવડા પટેલ ભાગોળ, રાયસણ પ્રાથમિક શાળા, કોટેશ્વર પ્રાથમિક શાળા, રાયસણ પ્રાથમિક રાદેસણ, પટેલ વાડી, કુડાસણ-1, સેક્ટર-5ની શાળાા, સેક્ટર-17 હેલીપેડ, ખોરજ શાળા, વાવોલ પ્રાથમિક શાળાના સેન્ટરનો સમાવેશ થાય છે.મનપા વિસ્તારમાં કુલ 24 સેન્ટરોમાં 2500થી વધુ લાભાર્થીને વેક્સિનઅપાઈ છે. જ્યારે દસ હજારથી વધુ લાભાર્થીને વેક્સિન આપી હોય તેવા છ સેન્ટરો છે.

રવિવારે 7267 લાભાર્થીએ વેક્સિન લીધી
જિલ્લામાં ત્રણ દિવસ વેક્સિનેશન બંધ રહ્યા બાદ રવિવારે વધુ 7267 લાભાર્થીઓએ રસી લીધી છે. તેમાં મનપા વિસ્તારમાં 2760 લાભાર્થીઓ અને જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 4507 લાભાર્થીઓએ વેક્સિન લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...