તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાઓ:સેક્ટર-17ના વિસ્તાર, શોપિંગ સેન્ટરમાં સમસ્યાઓની ભરમાર

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને રમવા માટે યોગ્ય જગ્યા પણ મળતી નથી
  • પેવરબ્લોકના યોગ્ય લેવલિંગ, રોડ, ગાર્ડન અને મકાનોના કામ ઝડપથી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી

શહેરનું જૂના વિસ્તાર એવા સેક્ટર-17 હાલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સેક્ટર-17માં બીજા સેક્ટર કરતા સુવિધાની બાબતે ગણું પછાત અને વંચિત રાખવામાં આવ્યું હોવાની લાગણી સ્થાનિકો છે. શોપિંગ સેન્ટરની આસપાસ સ્ટ્રીટ લાઈટથી પૂરતું અજવાળું થતું નથી, જેના કારણે શોપિંગ સેન્ટરમાં અવારનવાર તાળા તૂટવાનો ભય રહે છે. જેથી હાઇ મોસ્ટ પોલ લગવાવા માંગ ઉઠી છે. શોપિંગ સેન્ટરની પાસે બનેલું પબ્લિક ટોઇલેટ સફાઈના અભાવે બિસ્માર હાલતમાં છે.

શોપિંગી વચ્ચે પેવર બ્લોકનું લેવલ બરાબરના હોવાથી પાણી ભરાવાની ખુબ જ સમસ્યા છે. જેથી મચ્છર જન્ય રોગચાળો થવાની ભિંતી રહે છે. શોપિંગની પાછળ ધોબીઘાટ પાસે આવેલ રોડ પર થયેલ ખોદકામ પછી તેનું રીનોવેશન થયેલ નથી અને રોડ પોહળા કરવાનું કામ પણ અટકેલું છે. જેથી કામ સત્વરે પૂર્ણ કરવા વેપારી-નાગરિકોની માંગ છે. છેલ્લા કેટલાક સમયથી સેક્ટર-17માં સરકારી આવાસ રિનોવેશનનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે.

પબ્લિક ગાર્ડનની બિસ્માર હાલત છે જેના કારણે સિનિયર સિટીઝન અને ભૂલકાઓને બેસવા તથાં રમવા માટે યોગ્ય જગ્યા પણ મળતી નથી. ગાર્ડનના નવીનીકરણનું કામ ચાલું છે પરંતુ તે પણ ધીમી ગતિએ ચાલે છે. જેને પગલે તંત્ર દ્વારા આ સમસ્યાઓ સામે ધ્યાને આપી તેનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી લાંગ માંગ ઉઠી છે. શોપિંગ સેન્ટરની પાસે બનેલું પબ્લિક ટોઇલેટ સફાઈના અભાવે બિસ્માર હાલતમાં છે. શોપિંગી વચ્ચે પેવર બ્લોકનું લેવલ બરાબરના હોવાથી પાણી ભરાવાની ખુબ જ સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...