વિરોધ:વિવિધ પડતર પ્રશ્ને સચિવાલયના કર્મચારીઓનો સરકાર સામે મોરચો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સચિવાલય ફેડરેશને નાણામંત્રીને પત્ર લખી મુલાકાત માગી

સચિવાલય સંવર્ગના કર્મચારીઓએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સચિવાલય ફેડરેશને નાણામંત્રી કનુ દેસાઇને પત્ર લખીને પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવા રૂબરૂ મુલાકાતનો સમય માગ્યો છે. સાથે પ્રશ્નો નહીં ઉકેલાય તો વિરોધ પ્રદર્શન અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સચિવાલય ફેડરેશનના પ્રમુખ જયેશ રાવલે લખેલા પત્રમાં જણાવ્યું કે વિવિધ વિભાગમાં ખાલી જગ્યા પર નિવૃત્ત અધિકારીઓની કરાર આધારિત નિમણૂક સામે ફેડરેશને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

સચિવાલયના કર્મચારીઓની મુખ્ય માગણી

 • સેક્શન અધિકારી તથા નાયબ સેક્શન અઘિકારી સંવર્ગમાં બઢતી સંખ્યાબળમાં વધારો કરી બઢતીનો રેશિયો સુધારવો
 • નિવૃત્તિ બાદની નિમણૂક પ્રથા બંધ કરી પાત્રતા ધરાવતા અધિકારી-કર્મચારીને બઢતી આપવી
 • ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મચારીના આશ્રિતને રહેમરાહે નોકરી
 • સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીના પતિ કે પત્નીને જિલ્લા ફેરબદલી કરી ગાંધીનગરમાં નિમણૂક આપવી
 • સચિવાલયના તમામ સંવર્ગનું સંખ્યાબળ વધારવું
 • કેન્દ્રના ધોરણે સાતમા પગારપંચના ભથ્થા તાત્કાલિક અસરથી આપવા
 • કેન્દ્રના ધોરણે ઉચ્ચતર પગાર ધોરણની યોજનાનો અમલ કરવો
 • એસઓ અને ડીવાયએસોનું પગારધોરણ ભારત સરકાર સમકક્ષ રાખવું
 • નવી પેન્શન સ્કીમ રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવી
 • કર્મચારીઓની હાલની નિવૃત્તિ વય 58 વર્ષથી વધારી 62 વર્ષ કરવી
 • 10 લાખની કેશલેસ મેડિક્લેમ યોજના દાખલ કરવી

અન્ય સમાચારો પણ છે...