તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી ઘટાડા અંગે અનિશ્ચિતતા:કોલેજોમાં બીજુ સત્ર શરુ થયું, સરકારે 25 ટકા ફી ઘટાડવા કમિટી રચી, વાલીઓએ પુરી ફી ભરવી પડે તેવી સ્થિતિ

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • નવા સત્રના પ્રારંભે જ વિદ્યાર્થીઓએ બીજા સેમેસ્ટરની ફી ભરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ

રાજ્યમાં કોલેજોમાં બીજુ સત્ર શરુ થઈ ગયું છે. ત્યારે કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી ઘટાડવા મુદ્દે સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટીએ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. હવે વાલીઓમાં પુરેપુરી ફી ભરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

હજી સુધી ફી ઘટાડા માટે નીમવામાં આવેલી કમિટીએ નિર્ણય નથી લીધો
કોરોના મહામારીમાં સ્કૂલો અને કોલેજોમાં ફિઝિકલ શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે સ્કૂલોમાં 25 ટકા ફી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની સાથે આર્ટ્સ, કોમર્સ અને સાયંસ કોલેજોમાં પણ ફી ઘટાડવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે આર્ટ્સ અને કોમર્સની ફી નક્કી કરવા કમિટીનું અસ્તિત્વ ના હોવાના કારણે કઈ કોલેજ કેટલી ફી ઉઘરાવે છે તેમજ કોલેજની આવક જાવક સહિતની વિગતો મેળવવા કમિટીએ કોલેજો પાસે હિસાબના પુરાવા માંગ્યાં હતાં. જ્યારે કોલેજોએ આ પ્રકારના હિસાબના પુરાવાઓ આપ્યા કે નહીં તે એક મોટો સવાલ છે. હવે વાસ્તવિકતા એ છે કે હજી સુધી કમિટી દ્વારા પણ ફી માટેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

નવા સત્રના પ્રારંભે જ વિદ્યાર્થીઓએ બીજા સેમેસ્ટરની ફી ભરવી પડે તેવી સ્થિતિ
રાજ્યમાં જુદી જુદી યુનિવર્સિટીઓએ ડિસેમ્બરમાં લેવાનારી પરીક્ષાઓ સ્થગિત કરીને બીજા સત્રનો પ્રાંરભ કરી દીધો છે. નવું સત્ર શરુ થતાં જ વિદ્યાર્થીઓને ફી ભરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે 25 ટકા ફી ઘટાડો થશે કે નહીં તેનો નિર્ણય થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરની ફી ભરી દેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આમ કોરોના કાળ વચ્ચે પહેલું સત્ર પુરુ થયું અને બીજુ સત્ર શરુ થયું છતાં વિદ્યાર્થીઓએ કેટલી ફી ભરવી તેનો કોઈ નિર્ણય હજી સુધી કરવામાં આવ્યો નથી. મોટા ભાગની કોલેજોએ વિદ્યાર્થીઓ પાસે ફી માંગી છે અને વાલીઓએ ફી ભરવાનું શરૂ પણ કરી દીધું છે.

ફી માફી માટે સમિતિની બેઠક થઈ છે, ચોક્કસ નિર્ણય આવશે
જગદીશ ભાવસારે કહ્યું હતું કે સરકાર તરફથી શિક્ષણ વિભાગે ફી સંદર્ભમાં સમિતિ બનાવી છે. ફી માફી માટે સમિતિની બેઠક થઈ છે. આ બાબતે સમિતિ ચોક્કસ કંઈક સારો નિર્ણય આપશે. સરકારે જેમ શાળા માટે વિચારણા કરી હતી તેમ કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ કરશે.

તમામ કામગીરી કોરોનાની ગાઇડલાઇન્સ સાથે કરવા આદેશ
જાહેર કરવામાં આવેલા કેલેન્ડર પ્રમાણે વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન ફરજિયાત છે. યુનિવર્સિટી ઓનલાઇન કે ઓફલાઇન કે બ્લેનડેડ માધ્યમથી મૂલ્યાંકન કરી શકશે. પરંતુ આંતરિક પરીક્ષા લેવાની રહેશે નહીં. સેમેસ્ટર પદ્ધતિના માળખામાં આંતરિક અને યુનિવર્સિટીની પરીક્ષાઓના ગુણનું પ્રમાણ 30:70 રાખવામાં આવેલ છે. આ ઉપરાંત કોઈ પણ પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ ડિસ્કશન, એસાઇન્મેન્ટ વગેરે જેવી કામગીરી પણ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરીને કરવાની રહેશે. દ્વિતીય સેમેસ્ટરમાં પણ કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનો દ્વારા આગામી તા.19 ડિસેમ્બરથી સેમેસ્ટર 3, 5 અને પીજી સેમેસ્ટર 3ની પરીક્ષા લેવાશે. ત્યારબાદ સેમેસ્ટર 4 અને 6 માટે દ્વિતીય સત્ર આગામી 21મી ડિસેમ્બરથી 15મી મે સુધીનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો