તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વિદેશ અભ્યાસ માટે જતા 56 વિદ્યાર્થીને રસીનો બીજો ડોઝ

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 8 છાત્રોને સ્પેશિયલ કેસમાં રસી આપી હતી
  • વધુ અરજીઓના આધારે મનપા દ્વારા મંગળવારે બીજો કેમ્પ યોજીને વધુને રસી આપવામાં આવશે

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા વિદેશ અભ્યાસ માટે જતાં 56 વિદ્યાર્થીઓને સ્પેશિયલ કેસમાં સમય પહેલાં રસીનો બીજો ડોઝ આપ્યો હતો. સેક્ટર-2 ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગુરુવારે બપોરે 2થી 5 દરમિયાન કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને રસી અપાઈ હતી. કોરોના રસીના 2 ડોઝ વચ્ચે 3 મહિના જેટલો સમય કરાંતા વિદેશ જવા માંગતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે કેનેડા, યુએસએ, યુ.કે સહિતના દેશોમાં જતાં બહારથી આવતા લોકો માટે વેક્સિનેટ થયાનું સર્ટિફિેકેટ ફરજિયાત છે.

જેને પગલે વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે સરકાર રસીનો પહેલો ડોઝ આપ્યા પછી 28 દિવસ બાદ બીજો ડોઝ આપવાની અને ઇ-પ્રમાણપત્રના બદલે જરૂર હોય તો છાપેલું પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી હતી. જે માટે કોર્પોરેશનમાં 72થી વધુ અરજીઓ આવી હતી, જેમાં ગુરુવારે 56 વિદ્યાર્થીઓને રસી આપી દેવાઈ હતી. અગાઉ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 8 જેટલા વિદ્યાર્થીઓને સ્પેશિયલ કેસમાં રસી અપાઈ છે. કોર્પોરેશન દ્વારા વધુ અરજીઓના આધારે હવે મંગળવારે બીજો કેમ્પ યોજીને વધુને રસી અપાશે.

અન્ય સમાચારો પણ છે...