તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સે. 4માં આતંક મચાવનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા અધિકારીને રિપોર્ટ કરાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારામારી કેસમાં 1 આરોપી સીઆઇડી ક્રાઇમનો વહીવટદાર હોવાથી હજુ સુધી પોલીસ આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ

શહેરના સેક્ટર 4મા ચાર દિવસ પહેલા રાત્રિના સમયે કાર ધીરે ચલાવવા જેવી સામાન્ય બાબતને લઇને મારામારી થઇ ગઇ હતી. સમગ્ર સેક્ટરમાં દહેશત ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આતંકમા સીઆઇડી ક્રાઇમમા ફરજ બજાવતો કોન્ટેબલ સામે હતો. ત્યારે સેક્ટર 7 પોલીસે આરોપીને સસ્પેન્ડ કરવા માટે ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કર્યો છે. જ્યારે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે. સેક્ટર 4મા ગત ગુરૂવારે મીત સુરેશભાઇ પટેલ (રહે, સેક્ટર 5સી, મૂળ વાવોલ)એ ફરિયાદ લખાવી હતી કે, પોતાના મિત્રો સાથે તેની કાર લઇને ગ 2 તરફથી સેક્ટર 4મા મિત્રોને મળવા જઇ રહ્યો હતો.

તે દરમિયાન તેની બિલકુલ પાસેથી એક કાર ચાલકે કારને પુરપાટ ઝડપે પસાર કરી હતી. કાર ચાલકે સેક્ટર 4મા તેની આગળ કાર મુકતા તેને કારની સ્પિડ અને નજીકથી કાઢી હોવાને લઇને ઠપકો આપ્યો હતો. તે સમયે ઠપકો આપ્યા બાદ સામેવાળા લોકો જતા રહ્યા હતા અને તેની થોડીક મિનીટ પછી પાછા આવીને મારામારી કરી હતી. 4 લોકોને મુઢમાર માર્યો હતો અને ધોકા અને હથિયારો સાથે લઇને તુટી પડ્યા હતા. જેમા 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીમાં એક સુરેન્દ્રસિંહ રતનસિંહ વાઘેલા સીઆઇડી ક્રાઇમમાં કોન્ટેબલ તરીકે નોકરી કરે છે અને તે પણ મારામારીમા સામેલ હતો.

પોલીસ વિભાગમાં નોકરી કરતો હોવાના કારણે પણ તેને મામલાને પુરો કરવાની જગ્યાએ ખૂદ ભાગીદાર બન્યો હતો. સેક્ટર 7 પીઆઇ સચિન પવારે કહ્યુ હતુ કે, હાલમા આરોપીઓ ફરાર છે. પોલીસ તેમને પકડવા કામગીરી કરી રહી છે. જ્યારે આરોપી કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ રતનસિંહ વાઘેલાને ફરજમાંથી સસ્પેન્ડ કરવા સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીને રીપોર્ટ કર્યો છે. બીજી તરફ સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ કે, આરોપી વહિવટદારની ભૂમિકા ભવજતો હોવાથી પોલીસ દ્વારા ક્યાંક છાવરવામા આવી રહ્યો છે. અગાઉ અનેક ગુનાઓ ઉકેલનાર પોલીસના હાથ કેમ કોન્ટેબલ સુધી પહોંચતા નથી.

અન્ય સમાચારો પણ છે...