વિવાદ:સે. 30 પાસે નાણાંની લેતીદેતીમાં 14 લોકોનો યુવક પર હુમલો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના સેક્ટર 30 પાસે નાણાંની લેતીદેતીમાં યુવક ઉપર 14 લોકોએ હુમલો કર્યો હતો. જુની કોર્ટ પાસે મંડળમાંથી ઉપાડેલા નાણાં માગવામાં આવ્યા હતા. તે સમયે યુવકે હાલમાં મારી પાસે નથી, પરંતુ થોડા સમયમાં આપી દઇશ તેમ કહેવામાં આવ્યું હતું. આરોપીઓ રિક્ષામા બેસી ગયા હતા અને બાદમા મારામારી કરી હતી. જેને લઇને સેક્ટર 21 પોલીસ મથકમાં 14 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી. રામુભાઇ વેરસીભાઇ દેસાઇ (રહે, ચેહરનગર, સેક્ટર 26)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત રોજ સાંજના સમયે હુ સેક્ટર 26થી સેક્ટર 30 શોપિંગ સેન્ટરમા આવેલી દુકાને ઘી લેવા માટે આવ્યો હતો.

તે સમયે પરત ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે નરસિંજી ઠાકોર અને તેની સાથે એક વ્યક્તિ મારી પાસે આવ્યા હતા. તેમણે અમારા મંડળમાથી મે લીધેલા નાણાં મારી પાસે માગ્યા હતા. પરંતુ હાલમા મારી પાસે નાણાં નહિ હોવાથી થોડા દિવસમા આપી દઇશ તેમ કહ્યુ હતુ. તેમ છતા આરોપીઓ રીક્ષામા બેસી ગયા હતા. જ્યારે હુ રીક્ષા લઇને નિકળતો હતો, તે સમયે તે લોકો મારી રીક્ષામાં બેસી ગયા હતા. ચાલુ રીક્ષામાં જ બબાલ કરવા લાગ્યા હતા. રીક્ષા રોકાવીને નરસિંહ ઠાકોર અને અન્ય વ્યક્તિએ નીતિન પરમારને ફોન કરીને બોલાવ્યો હતો.

નીતિન પરમાર પાસે રહેલી લાકડીથી મને માર માર્યો હતો. તે ઉપરાંત અન્ય લોકોએ મને રીક્ષામાંથી બહાર કાંઢીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ મારા ભાઇને ફોન કરી બોલાવતા તેમની સાથે પણ મારામારી કરી હતી. મારામારી થતા લોકો આવતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જેને લઇને નરસિં ઠાકોર (બોરીજ), નીતિન પરમાર (બોરીજ) અને અન્ય 12 લોકો સામે મારામારી, જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...