તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:સે-28ની ઇજનેરી કોલેજના વિદ્યાર્થીની માસ્ટર ડિગ્રી માટે કેનડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં પસંદગી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુર એન્જિનીયરીંગમાં માસ્ટર ડિગ્રી કરશે

નગરની સેક્ટર-28ની સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા દેવમ ત્રિવેદી વિદ્યાર્થીની કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં માસ્ટર ડીગ્રી માટે પસંદગી થઇ છે. વિદ્યાર્થીની સરકારી ઇજનેરી કોલેજમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલિંગના છઠ્ઠા સેમેસ્ટરના પરિણામના આધારે તેની પસંદગી થઇ છે.

વર્તમાન સમયમાં ભાવી કારકિર્દીને લઇને યુવાનો વધારે સંવેદનશીલ બની રહ્યા છે. જેને પરિણામે યુવાનો કોલેજકાળથી જ ભાવીનું આયોજન કરતા હોય છે. તેમાંય જ્યારે વિદેશની યુનિવર્સિટીમાં ભણવાના સ્વપ્નની સાથે સાથે મહેચ્છા પણ હોય છે. તેમાંય જ્યારે વિદેશી યુનિવર્સિટી તમારી સામેથી પસંદગી કરે ત્યારે તેની ખુશી અનેરી હોય છે. આવી જ સિદ્ધી સેક્ટર-28માં આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલિંગનો અભ્યાસ કરતો વિદ્યાર્થી દેવમ ત્રિવેદીએ મેળવી છે. તે કોલેજમાં અભ્યાસની સાથે સાથે ઇન્ટરનેશન સોસાયટી ઓફ ઓટોમેશન એક્શનમાં પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યો છે. તે જ્યારે સેમેસ્ટર-6ની પરીક્ષા પાસ કર્યા બાદ તેણે કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં માસ્ટર ડીગ્રી માટે ઓનલાઇન અરજી કરી હતી.

આથી કેનેડાની યુનિવર્સિટીએ વિદ્યાર્થીએ કોલેજ દરમિયાન કરેલી સામાજિક એક્ટિવિટી સાથે સાથે એક્સ્ટ્રા એક્ટિવીટી, વિવિધ પ્રોજેક્ટ તેમજ આઇઇએલટીએસમાં મેળવેલા 7.5 બેન્ડ સહિતના પાસાનો અભ્યાસ કર્યા બાદ તેની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત કોલેજના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલિંગ શાખાના ડિપાર્ટમેન્ટ હેડ ડો.શાલિની રંકાવત તેમજ અન્ય પ્રોફેસરો ડો.દિપાલી શાહ અને ડો.કલ્પેશ પાઠકે રેફન્સ પણ સારો આપ્યો સહિતના પાસાને ધ્યાનમાં રાખીને તેની પસંદગી યુનિવર્સિટી દ્વારા કરાઇ છે.

દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી માસમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે
કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં માસ્ટર ડીગ્રી માટે દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજી કરવાની હોય છે. દેવમે ઓગસ્ટ-2020માં ઓનલાઇન કરેલી અરજીના આધારે એપ્રિલ-2021માંપસંદગી થઇ છે.

દેવમની અન્ય 4 યુનિવર્સિટીમાં પણ પસંદગી કરવામાં આવી છે
કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીની સાથે સાથે યુનિવર્સિટી ઓફ ઓટાવા, કોનકોર્ડિયા યુનિવર્સિટી, કાર્લેટન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વિંડસરમાં પણ પસંદગી થઇ હોવાનું દેવમ ત્રિવેદીએ જણાવ્યું છે. વધુમાં દેવમ કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુર એન્જિનીયરીંગ શાખામાં માસ્ટર ડીગ્રીનો અભ્યાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...