રજૂઆત:સે-26 ચેહરનગરમાં પાણીના પ્રશ્ને નવો ટ્યૂબવેલ બનાવવા ધારાસભ્યની રજૂઆત

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-4 એ ખાતે ઓછા ફોર્સથી પાણી આવતા રહીશો ત્રસ્ત થઈ ગયા છે. - Divya Bhaskar
સેક્ટર-4 એ ખાતે ઓછા ફોર્સથી પાણી આવતા રહીશો ત્રસ્ત થઈ ગયા છે.
  • સે-4-A ખાતે પાણીના ઓછા ફોર્સથી રહીશો ત્રસ્ત, કાયમી ઉકેલની માંગ
  • હાલના સમયે ના છૂટકે રહીશોને ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરીને પાણી ખેંચવાની નોબત આવી છે, આ વસાહતના રબારી માલધારી સમાજના 50થી વધુ પરિવારો વસવાટ કરે છે

ક-7 રોડ પર સેક્ટર-26 પાસેના ચેહરનગર વિસ્તારમાં પાણીનો વિકટ પ્રશ્ન છે, આ વસાહતના રબારી માલધારી સમાજના 50થી વધુ પરિવારો વસવાટ કરે છે. લોકો અને ઢોરઢાંખરને પીવાનું પાણી મળતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં નાગરિકોની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અગાઉ પેથાપુર નગરપાલિકામાં આવતું ચેહરનગર હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં આવે છે. જેને પગલે નાગરિકોની વર્ષો જૂની પાણીની સમસ્યા અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરાઈ છે.

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા દ્વારા આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં અહીં નવો ટ્યુબવેલ બનાવવા અથવા ગેઝિયાની પીવાના પાણીની લાઈનમાંથી વસાહતીઓને પાણી આપવા રજૂઆત કરાઈ છે.

બીજી તરફ શહેરના સેક્ટર-4A ખાતે કેટલાક વિસ્તારમાં પાણીનો ફોર્સ બહુ ઓછો આવતા રહીશો ત્રસ્ત થઈ ગયા છે. અહીં પ્લોટ નં-1થી 200ની સિરિઝમાં પાણીનો ફોર્સ બહુ ઓછો આવે છે. જેને પગલે નાગરિકોમાં પાણીની સમસ્યા વધી રહી છે. અગાઉ સેક્ટરનો બોર ફેઇલ થવાના કારણે પાણીની સમસ્યા ઊભી થઇ હતી. તે વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરીને પુરવઠો શરૂ કરાયો હતો. ના છૂટકે રહિશોને ઇલેકટ્રીક મોટરનો ઉપયોગ કરીને પાણી ખેંચવાની નોબત આવી છે.

અન્ય સમાચારો પણ છે...