છ દિવસ બાદ મોત:ગાંધીનગરના ગ-5 રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી સ્કુટી સવાર વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં સામાન્ય ઈજાઓ થતાં બે દિવસ પછી પેટમાં દુખાવો શરૂ થતાં અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા હતા

ગાંધીનગરનાં ગ - રોડથી સેકટર - 24 ચાર રસ્તા તરફ જવાના રોડ પર અઠવાડિયા અગાઉ અજાણ્યા ફોર વ્હીલની ટક્કરથી વૃદ્ધને સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, બે દિવસ પછી અચાનક પેટમાં દુખાવો શરૂ થતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેકટર - 30 જીઈબી થર્મલ પાવર સ્ટેશન સામે પરિવાર સાથે રહેતા ઈશ્વરભાઈ રાવળનાં પિતા દિલીપભાઈ સેકટર - 12 જીસીઆરટીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં હતા. ગત તા. 8મી નવેમ્બરના રોજ ઈશ્વરભાઈ ઘરે ગયા હતા. ત્યારે પિતા દિલીપભાઈને મોઢાના ભાગે ઈજાઓ જોઈએ જરૂરી પૂછતાંછ કરી હતી.

દિલીપભાઈએ કહેલું કે, ઓફિસના મિત્ર કેશાભાઈ સાથે સ્કુટી ઉપર ગ - રોડથી સેકટર - 24 ચાર રસ્તા તરફ કામ અર્થે જઈ રહ્યા હતા. એ સમયે કોઈ અજાણ્યા ફોર વ્હીલનાં ચાલકે પાછળથી સ્કુટીને ટક્કર મારી હતી અને હું નીચે પડી જવાથી ઈજાઓ થઈ છે.

આથી દિલીપભાઈની ઈજાઓ સામાન્ય હોવાનું અનુમાન કરી પ્રાથમીક સારવાર કરાવી હતી, પરંતુ બે દિવસ પછી દિલીપભાઈને પેટમાં દુખાવો શરૂ થવા લાગ્યો હતો. જેથી કરીને તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ નિદાન સારવાર કરી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દિલીપભાઈને ખસેડયા હતા. જે તે સમયે સામાન્ય ઈજાઓ થઈ હોવાનું માની પોલીસ ફરિયાદ કરવાનું ટાળી દેવામાં આવ્યું હતું.

બાદમાં અમદાવાદ સિવિલમાં પાંચ દિવસ સુધી દિલીપભાઈની ઘનિષ્ઠ સારવાર ચાલી રહી હતી. પરંતુ ગઈકાલે સવારે સારવાર દરમિયાન દિલીપભાઇની તબિયત વધુ લથડી જતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર - 21 પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...