તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલો-કોલેજો ખોલવા મામલે ચર્ચા-વિચારણા:ગુજરાતમાં ડિસેમ્બર સુધી શાળાઓ નહીં ખૂલે, સરકાર-વાલી તૈયાર નથી

ગાંધીનગર3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • 15મી ડિસેમ્બર સુધી તો આ મુદ્દે સરકાર વિચારણા કરવા તૈયાર નથી, વાલીઓ કહે છે, ‘બાળકોના ભણતરની ચિંતા છે, પણ જીવના જોખમે નહીં’

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ-કોલેજો 23મી નવેમ્બરથી ચાલુ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યા પછી હવે પછી કયારે સ્કૂલ-કોલેજ ખૂલશે? એ જાણવા વાલીઓ મીટ માંડી રહ્યા છે. જોકે કોવિડ-19ના કેસ વધતાં રાજય સરકાર પણ સ્કૂલ-કોલેજ ખોલવાના મુદ્દે ‌15મી ડિસેમ્બર સુધી વિચારવા તૈયાર નથી અને પછી સ્થિતિ સુધરે તોપણ ડિસેમ્બરના અંત સુધીમાં સ્કૂલ-કોલેજ ખોલી શકાય એવી સ્થિતિ ન હોવાનું ટોચનાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે.

કેટલાક વાલીઓ-શિક્ષકોએ પૃચ્છા કરી હતી
રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાની તા. 23મીની જાહેરાત મોકૂફ રાખ્યા પછી કોવિડ-19ના કેસ વધ્યા છે. આ સંજોગોમાં સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, આ નિર્ણય પછી રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ-કોલેજ ખોલવી કે નહીં એ બાબતે કોઇ વિચારણા હાથ ધરાઇ નથી. કેટલાક વાલીઓ-શિક્ષકોએ આ મુદ્દે રાજય સરકારમાં પણ પૃચ્છા કરી હતી.

સરકાર હાલ સ્કૂલો ખોલવા તૈયાર નથીઃ સૂત્રો
અગાઉ સ્કૂલ ખોલી એ પહેલાં સંચાલકો અને વાલીઓના મત જાણ્યા હતા, આથી સંચાલકો, વાલીઓના મત જાણવા માટેની પ્રક્રિયા કે સ્કૂલ ખોલવા માટે સંચાલકોના મત લેવાની પ્રક્રિયા પણ 15મી ડિસેમ્બર સુધી હાથ ધરવા સરકાર તૈયાર ન હોવાનું ટોચનાં સૂત્રોનું કહેવું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, હાલના તબક્કે તો સરકાર ડિસેમ્બર સુધી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરવા તૈયાર નથી. આ દરમિયાન એક મહિનો કોવિડ-19ના કેસની સમીક્ષા કરી અને રસીની સ્થિતિ જોઇને પછી આગળની કાર્યવાહી માટે સરકાર તૈયાર થાય એવું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો