તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:11 મહિનાથી બંધ ધોરણ 6 થી 8ની શાળાઓ 11મીથી શરૂ થશે

ગાંધીનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાળામાં જવું હોય તો વાલીનું સમંતિપત્રક આપવું પડશે

છેલ્લા 11 માસથી બંધ પડેલી અપર પ્રાથમિક શાળાઓને તારીખ 18મી, ગુરૂવારે ખોલવાનો નિર્ણય કર્યો છે. જોકે હાલમાં પ્રાથમિક શાળાઓ ખુલ્યા બાદ પણ ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મરજીયાત રખાયું છે. તેમ છતાં વિદ્યાર્થીને શાળામાં જવું હોય તો વાલીનું સમંતિપત્રક આપવું પડશે.

કોરોનાની મહામારીને પગલે શાળાઓને બંધ રાખવામાં આવી હતી. ઉપરાંત કોરોનાના સંક્રમણનો ભોગ બાળકો બને નહી તે માટે કોઇપણ કામગીરી માટે બાળકોને શાળામાં નહી બોલાવવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી તે માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. ઓનલાઇન શિક્ષણની સાથે સાથે એકમ કસોટી પણ લેવામાં આવતી હતી. જોકે એકમ કસોટીના પેપર પણ વિદ્યાર્થીઓને સોફ્ટ કોપીમાં મોકલવાની સગવડ રાજ્યના શિક્ષણ વિભાગે આપી હતી. જ્યારે હવે છેલ્લા એક મહિનાથી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ ખોલવામાં આવી રહી છે. જેમાં પ્રથમ તબક્કે ધોરણ-10 અને 12ની શાળાઓ ગત તારીખ 11મી, જાન્યુઆરીથી શરૂ કરી હતી. ત્રીજા તબક્કામાં તારીખ 18મી, ગુરૂવારથી અપર પ્રાયમરી (ધોરણ 6થી 8)ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ ખોલી નાંખવામાં આવશે.

શાળાઓ શરૂ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થાય નહી તે માટે રાજ્યના શિક્ષણ વિભાગે બનાવેલી એસઓપીનું ચુસ્ત પાલન કરવાની પણ સુચના આપી છે. જેમાં ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓ વચ્ચે છ ફુટનું અંતર રાખવાનું, તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરી રાખવાનું, સેનેટાઇઝર અને સાબુથી વારંવાર હાથ સાફ વિદ્યાર્થીઓ કરી શકે તે માટે તેની વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત શાળા છુટ્યા બાદ તમામ ક્લાસરૂમને સેનેટાઇઝર કરવા સહિતની સુચનાનું કડક પાલન કરવાની સુચના શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને આપી છે. ઉપરાંત શાળાના સંચાલકો સરકારની એસઓપીનું પાલન કરે છે કે નહી તેની ચકાસણી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને શિક્ષણ વિભાગે સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો