તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Schools Do Not Present Teachers Even After CM Gives Appointment Letters, Alleges Many Administrators Do Not Believe Despite Making Representations

ફરિયાદ:CMએ નિમણૂકપત્રો આપ્યા છતાં સ્કૂલો શિક્ષકોને હાજર કરતી નથી, રજૂઆતો કરી છતાં ઘણાં સંચાલકો માનતા ન હોવાનો આક્ષેપ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 2938 શિક્ષકોની પસંદગી કરી હતી. આ ઉમેદવારોને નિમણૂક પત્રો મુખ્યમંત્રીના હસ્તે અપાયા હતા. આ સાથે શાળાઓને પસંદ કરાયેલા ઉમેદવારોને તાત્કાલિક હાજર કરવાની તાકીદ કરાઈ હતી.આમ છતાં હજુ કેટલીક શાળાઓના શિક્ષકોને સંચાલકોએ હાજર કરતા ન હોવાથી તેમણે ગાંધીનગર કેન્દ્રીય ભરતી બોર્ડના સચિવ એચ. એન. ચાવડાને રજૂઆત કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં અપાયેલા નિમણૂકપત્રો પછી ઘણા સંચાલકોએ શિક્ષકોને હાજર કરી દીધા છે, પણ અમુક શાળા સંચાલકો હજુ વિવાદો ઊભા કરી રહ્યા છે. આણંદ સહિતના વિસ્તારમાં શાળા સંચાલકોએ નિમણૂક થનારા શિક્ષકોને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ સફળ રહ્યા નથી. જોકે હજુ કેટલાક શાળા સંચાલકોએ નિમણૂક થઈ તેને એક મહિનો થઈ ગયો હોવા છતાં શિક્ષકોને હાજર કર્યા નથી. આથી આ શિક્ષકોએ સચિવ ચાવડાને રજૂઆત કરી છે. તેમની દરમિયાનગીરી પછી પણ શાળા સંચાલકોએ શિક્ષકોને હાજર ન કરતા શિક્ષકો નિ:સહાય હાલતમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...